પરીક્ષા કોઈ પણ હોય – પછી એ, દસમાના બૉર્ડની હોય, બારમાના બૉર્ડની હોય કે પછી કે સરકારી – અર્ધસરકારી બૉર્ડ – નિગમની હોય – આપનાર અને લેનારનું પ્રેશર કાં તો વધારી દે અથવા તો ઘટાડી દે એના કરતાં વધારે માત્રામાં, પેલા આપનાર કે લેનારના ઘરના વડીલના પ્રેશરમાં ભરતી-ઓટ આવવા માંડે છે!
છેલ્લાં કેટલાંક વરસોથી બૉર્ડ પરીક્ષાનું પર્યાવરણ વધારે પડતું ઇમોશનલ બની ગયું હોય એમ લાગે છે. પરીક્ષા આપનાર ભલે ને બૉર્ડની ઍક્ઝામ આપતું હોય, પણ પૅરેન્ટ્સ માટે તો એ છોકરું જ હોય છે. જેમ લગ્ન પ્રસંગે વ૨૨ાજો, ભલેને એક દિવસ પૂરતો ‘રાજા’ હોય, પણ એનાં માન-પાન કેટલી હદે મૅન્ટેઇન કરવા પડે છે? બસ, એટલી હદે, અરે ક્યારેક તો એથીય બેહદ હદે પરીક્ષાર્થીનાં માનપાન મૅન્ટેઇન કરવાં પડે છે.
લ્યોને હું મારા જ અનુભવની વાત કરું:
‘મિસ્ટર પંડ્યા, તમે અત્યારે ઑફિસવર્ક કરવાને બદલે આ શું લઈ મંડ્યા છો?’ મારા બૉસે મને લાલ હાથે એટલે કે રેડ-હેન્ડેડ (એક સ્પષ્ટતાઃ રેડ હેન્ડેડ શબ્દ મેં એટલા માટે વાપર્યો કે ખૂબ અગત્યની નોંધ હું લાલ બૉલપેનથી નોંધી રહ્યો’તો અને મારી આંગળી અને અંગૂઠો લાલ રંગથી રંગાઈ ગયાં’તાં એટલે રેડ હેન્ડે!) પકડી પાડતાં ફરી કહ્યું, ‘તમે આ એક નોટમાંથી બીજી નોટમાં શું ઉતારો કર્યા કરો છો?’
‘તો કઈ નોટમાંથી ઉતારો કરું સાહેબ?’ મેં લખતાં લખતાં જ પૂછ્યું.
‘વૉડ ડુ યુ મીન બાય કઈ નોટ?’ બૉસ ગર્જ્યો. હું એકદમ જાગી ગયો. બંને નોટોને બંધ કરતાં અને ઑફિસ ફાઇલને ખોલતાં મેં કહ્યું, ‘સર, સાચું કહું? સાંભળી શકશો ને?’
‘તો અત્યાર સુધી શું તમે ખોટું જ બોલવા ટેવાયેલા હતા, એમ?’
‘નો સર, હું ખોટું બોલવા ટેવાયેલો હતો એમ નહીં, પણ.. તમે ખોટું સાંભળવા ટેવાયેલા હતા..'
‘વૉટ ડુ યુ મીન મિસ્ટર પંડ્યા? તમે ભાનમાં તો છો ને?’
‘સર, નહોતો..’
‘હું તો ભાનમાં હતો અને છું, પણ.. પણ તમારી વાત કરોને.. તમે કહેવા શું માગો છો?’
‘સર, તમે કેમ આટલા બધા ગભરાઈ ગયા હોવ એમ લાગે છે? સીધા ઘરેથી જ આવો છો કે શું?’
Denne historien er fra March 18, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 18, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!