-ત્યારે મનુષ્યો માટે ઇન્ટરનેટ મરી રહ્યું હશે!
ABHIYAAN|April 01, 2023
લાંબા સમયથી સોશિયલ મીડિયાનું નિરીક્ષણ કરી રહેલા જિજ્ઞાસુઓએ આ વાત નોંધી છે કે મોટા ભાગનું ઇન્ટરનેટ આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત બૉટ્સ દ્વારા ચાલે છે
સ્પર્શ હાર્દિક
-ત્યારે મનુષ્યો માટે ઇન્ટરનેટ મરી રહ્યું હશે!

ઇન્ટરનેટ કામની જગ્યા હોવાની સાથે જાતભાતની વાયકાઓ, ગપ અને અતરંગી વિચારો વ્યક્ત કરવા-ચલાવવાનો ચોરો પણ છે. અંગ્રેજીમાં જેને કૉન્સ્પરસી થિયરી કહે છે એવી, ચિત્રવિચિત્ર કાવતરાં કે ષડ્યુંત્રો ઉઘાડા પાડતી હોવાનો દાવો કરતી વાતોનો તો કોઈ પાર નથી. કિન્તુ, ઇન્ટરનેટ પર ઇન્ટરનેટ વિશે જ એકાદ-બે વર્ષથી વહેતી થયેલી આ કૉન્સ્પરસી થિયરી વિચારવા મજબૂર કરનારી છેઃ ઇન્ટરનેટ મરી ગયું છે! આવું કહેતી વાતો પાછળના તર્કો સરળતાથી ગળે ભલે ના ઊતરે, પણ દિમાગની બત્તીમાં સ્પાર્ક જરૂર જન્માવે.

માંડીને વાત કરીએ. ગર્ભિત અર્થ એવો કે ઇન્ટરનેટ એક સિસ્ટમ તરીકે નહીં, પણ મનુષ્ય માટે મરી ગયું છે. એ રીતે કે એના પરનું મહત્તમ નિયંત્રણ, ત્યાં ચાલતી મહત્તમ ગતિવિધિઓ હાડમાંસના માણસના નહીં પણ કૃત્રિમ મશીન, સૉફ્ટવેર કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના હાથમાં છે. ઇન્ટરનેટ કાર્યરત રાખવા માટે ચોવીસે કલાક ચાલતી વિવિધ પ્રણાલીઓ, ડેટા સંગ્રહ કરતા સર્વ૨, જુદી-જુદી સાઇટ-પ્લૅટફૉર્મ્સ વગેરે પાછળ આપણી કલ્પના કરતાં પણ વધુ ડૉલર્સની એનર્જી અને હ્યુમનફૉર્સ ખર્ચાતા હશે. ઇન્ટરનેટરૂપી મંચ પર સાઇટ્સ-પ્લૅટફૉર્મ્સને ટકાઉ રીતે ચલાવવા મહત્તમ કિસ્સામાં જાહેરાતોની આવકના ભરોસે રહેવાનું થતું હોય છે. જે-તે પાર્ટી ત્યાં જ ઍડ્વર્ટાઇઝમૅન્ટ આપવાનું મુનાસિબ સમજે જ્યાં ઓનલાઇન ટ્રાફિક અર્થાત્ યુઝર સ્વરૂપે મનુષ્યોની સખત ભીડ જામેલી હોય. સમસ્યા અહીં નિર્માણ પામે છે. ઑર્ગેનિક અર્થાત્ સહજ રીતે આવતા ઓનલાઇન ટ્રાફિકની એક ટોચમર્યાદા સુધી પહોંચ્યા પછી સાઇટ્સ-પ્લૅટફૉર્મ્સ માટે હજુ વધારે લોકોને રસ લેતાં કરવાનું કામ કપરું. ઊલટાનું, સમય જતાં યુઝરો જે-તે પ્લૅટફૉર્મથી કંટાળીને ચાલ્યા પણ જાય છે. ઘટતા ઓનલાઇન ટ્રાફિકથી જાહેરાતોમાંથી મળતી આવકને ધક્કો પહોંચે, જે પરવડે નહીં. આથી ઘણી જાયન્ટ ટૅક અને ખાસ તો સોશિયલ મીડિયા કંપનીઓ સામે બોટ યુઝર્સના અતિરેકના આરોપો લાગેલા છે. નિશ્ચિત પ્રકારના સૉફ્ટવેર કે પ્રોગ્રામ યુઝર તરીકે વર્તે, યુઝર તરીકે કંઈ રેન્ડમલી પોસ્ટ કરે, લાઇક, કૉમેન્ટ, ટ્વિટ, ફોલો વગેરે કરે અને આ રીતે પ્લૅટફૉર્મ પર તગડો ટ્રાફિક જામ્યો રહેતો હોવાનો ભ્રમ ફેલાવે.

Denne historien er fra April 01, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra April 01, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025