ગુજરાતનાં અમદાવાદ અને સુરત જેવાં શહેરોનાં નામ લો અને સાથે વડોદરા ન આવે તો જ નવાઈ. ટોચનાં શહેરોમાં ‘સંસ્કારી નગરી’ અને ‘બરોડા’ તરીકે ઓળખાતા આ શહેરનો અવશ્ય ઉલ્લેખ થતો હોય છે. આ શહેર તેના ભવ્ય ઐતિહાસિક વારસા અને સ્થાપત્યની દૃષ્ટિએ કલાત્મક ઇમારતો માટે જાણીતું છે, જેમાં ગાયકવાડ શાસનનો પ્રભાવ દેખાય છે. પહેલાંના સમયમાં વડોદરા સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે ખ્યાતિપ્રાપ્ત હતું. જેની પાછળ પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો મુખ્ય ફાળો કહી શકાય. ગાયકવાડ શાસનને કારણે અહીં મરાઠી લોકોનો પણ પ્રભાવ હજુ સુધી જોવા મળે છે. આ જ વડોદરામાં આજના સમયની લોકપ્રિય ફૂડ આઇટમો વિશે વાતો કરીએ.
મહાકાળીનું સેવઉસળ
આમ જોવા જઈએ તો વડોદરાવાસીઓનો ટેસ્ટ તીખો છે. જેમ સૌરાષ્ટ્રમાં તમને ગલીએ ગલીએ ગાંઠિયા જોવા મળે તેમ વડોદરામાં સેવઉસળની લારીઓ પણ ખૂબ જોવા મળે. વડોદરામાં ૫૦૦થી વધુ સેવઉસળની લારીઓ આવેલી છે. લગભગ છેલ્લાં ૩૦ વર્ષથી વડોદરાવાસીઓ જ નહીં, પરંતુ દેશવિદેશના લોકોને સેવઉસળનો ચટકોલગાડનાર મહાકાળી સેવઉસળ એ ખૂબ જ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે મરાઠા ગાયકવાડી શાસનને લીધે વડોદરામાં સેવઉસળની દાયકાઓ પહેલાં એન્ટ્રી થઈ હતી. વડોદરાના કીર્તિસ્તંભ ખાતે મહાકાળી સેવઉસળની મુખ્ય બ્રાન્ચ આવેલી છે, જ્યારે દિવાળીપુરા કોર્ટ સામે બીજી બ્રાન્ચ આવેલી છે. સેવઉસળના રસાનો મસાલો જ મહાકાળીના ટેસ્ટનું સૌથી મોટું સિક્રેટ છે. લસણ અને ડુંગળીની ગ્રેવીમાંથી જ રસો બને છે. ગરમાગરમ ઉસળ તરી સાથે રતલામી સેવ ખવાય છે અને સમય જતાં તેની સાથે પાંઉ ખાવાનું પણ ચલણ વધ્યું. લીલી અને લાલ ચટણી સાથે આ સેવઉસળ પીરસાય છે. આજે તો તેમાં પણ બટર-ચીઝની વેરાઇટી આવી ગઈ છે. આજે પણ પ૦ રૂપિયામાં પેટ ભરાઈ જાય એટલું સેવઉસળ મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે એક સમયે આ સેવઉસળ બનાવવાની શરૂઆત પણ લારીથી જ થઈ હતી અને આજે તે ખૂબ પ્રખ્યાત થઈ ચૂક્યું છે કે દેશ-વિદેશથી વડોદરા આવતા લોકો તે અવશ્ય ખાઈને જ જાય છે.
જગદીશ ફરસાણ
Denne historien er fra April 01, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 01, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!