૭૦ ના દાયકામાં વાઘની વસત ૧૮૦૦ સુધી ગગડી થઈ ત્યારે વિશ્વવ્યાપી ચિંતા પણ સપાટી પર આવી હતી. ૧૯૬૯માં દિલ્હીમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)ની સામાન્ય સભામાં આઈએફએસ અધિકારી કે.એસ. સાંખલાએ મૂલ્યાંકન રજૂ કર્યું, ત્યારે સૌથી આંખ ઊઘડી અને વાઘની હત્યા પર રોક લગાવીને એના રક્ષણ માટે હાકલ કરવામાં આવી.
તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ વાઘને લુપ્ત થતા બચાવવા માટે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું અને ભારતે પાંચ વર્ષ માટે વાઘના શિકાર પર પ્રતિબંધ મૂક્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયને વિશ્વાસ ન બેઠો. ડબલ્યુડબલ્યુએફ (Wrold Wide Fund)એ મોટા પાયે ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશનું આયોજન કર્યું. નેધરલેન્ડના પ્રિન્સ બર્નહાર્ડ અને અન્યોએ એને ટેકો આપ્યો. ઇન્દિરા ગાંધીએ જાણીતા સંરક્ષણવાદી અને સાંસદ કરણ સિંહની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની સ્થાપના કરી. ૭ સપ્ટેમ્બર, ૧૯૭૨ના રોજનો તેનો અહેવાલ ભારતના વાઘ સંરક્ષણ કાર્યક્રમ –‘પ્રોજેક્ટ ટાઇગર’ માટે બ્લુ પ્રિન્ટ હતો. તેને વિધિવત્ રીતે ૧ એપ્રિલ, ૧૯૭૩ના રોજ જીમ કોર્બેટ નેશનલ પાર્કમાંથી લૉન્ચ કરવામાં આવ્યો. સૌપ્રથમ માત્ર છ વર્ષ (એપ્રિલ ૧૯૭૩થી માર્ચ ૧૯૭૯) માટેની પ્રવૃત્તિ તરીકે તેનો પાયો નખાયો. ભારતમાં વાઘની વસતિ જાળવીને ભાવિ પેઢીઓના લાભ અને શિક્ષણ માટે આપણા રાષ્ટ્રીય વારસાના ભાગરૂપે આવા વિસ્તારોને હંમેશાં માટે સાચવવા એ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ હતો.
રૂ. ૨૨ લાખના વિદેશી હૂંડિયામણ સહિત રૂ.ચાર કરોડનો પ્રોજેક્ટ ટાઇગર વાઘ માટેના નવ સંરક્ષણ વિસ્તારોથી થયો. જેમાં કુલ ૯૧૧૫ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા માનસ (આસામ), પલામૌ (ઝારખંડ), સિમલીપાલ (ઓડિશા), કોર્બેટ (ઉત્તરાખંડ), રણથંભોર (રાજસ્થાન), કાન્હા (મધ્યપ્રદેશ), મેલઘાટ (મહારાષ્ટ્ર), બાંદીપુર (કર્ણાટક) અને સુંદરવન (પશ્ચિમ બંગાળ)નો સમાવેશ થાય છે.
વાઘ માટેના આ અભયારણ્યો આજે વધીને ૫૩ થયાં છે અને ૭૫ હજાર ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારને આવરી લે છે, જે આસામ રાજ્ય જેવડો વિસ્તાર થાય. AITE (ઑલ ઇન્ડિયા ટાઇગર એસ્ટિમેશન૨૦૧૮) મુજબ વાઘની વસતિ ૨૯૬૭ થઈ છે, જેઓ જુદાં-જુદાં રાજ્યોના ૧૮ વિસ્તારોમાં ફેલાયેલા છે. ૫૦ વર્ષો વીત્યા બાદ આજે ભંડોળ લગભગ રૂ. ૫૦૦ કરોડ સુધી પહોંચ્યું છે.
Denne historien er fra April 15, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 15, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ