વેગનર ગ્રૂપનો વડો પ્રિગોઝિન પુતિનની નબળાઈ જાણી ગયો હતો
ABHIYAAN|July 08, 2023
ચોવીસ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ માત્ર ગણતરીના દિવસોમાં યુક્રેન કબજે કરવાની સ્વેચ્છા અનુસાર આક્રમણ કરાયું. જે ધાર્યું હતું તે ન થયું અને નહોતું ધાર્યું તેવું થયું
વેગનર ગ્રૂપનો વડો પ્રિગોઝિન પુતિનની નબળાઈ જાણી ગયો હતો

જૂનના મધ્યમાં એ શક્યતા અને ધારણા હતી કે રશિયા યુક્રેન પર ઓછી ક્ષમતાનાં પરમાણુ શસ્ત્રો વા૫૨શે. એ માટેનું વાતાવરણ જામી રહ્યું હતું, પરંતુ તે પછી રશિયામાં ઘરઆંગણે બળવો જામ્યો. તે પ્રસંગોના પરિણામે અણુશસ્ત્રના ઉપયોગની શક્યતા ભલે સદંતર દૂર થઈ નથી, પણ સાવ ઘટી ગઈ છે. વ્લાદિમીર પુતિનના ખાસમખાસ યેવજેની પ્રિગોઝિને (પ્રિગોશન અને પ્રિગોશીન પણ કહેવાય છે) પોકારેલા બળવાના તુરંત કોઈ નાટ્યાત્મક પરિણામો આવ્યાં નથી. છતાં રશિયાની ધાકધડક, પુતિનની લોકપ્રિયતા, અલોકપ્રિયતા, આંતરિક કલહ અને ખટપટોનાં તમામ સમીકરણો ખુલ્લાં પડી ગયાં અને લોહી વહાવ્યા વગર (એવો દાવો થઈ રહ્યો છે) યુદ્ધનું ભવિષ્ય અને ગણિત બદલી નાખ્યા છે. બળવો બિનલોહિયાળ હતો એ વાત સાચી જણાતી નથી, છતાં પુતિન માટે એ લોહિયાળ હોય એટલો જ નુકસાનકા૨ક પુરવાર થયો છે.

એ જન્મથી જ સાથે ક્રિમિનલ માઇન્ડ લઈને આવ્યો હતો. થોડો મોટો થતાંની સાથે જ અવળા ધંધાઓ શરૂ કર્યા હતા. પુતિન રાજકીય ક્ષિતિજ પર ઊગે તે અગાઉ ૧૯૮૧માં વીસ વરસની ઉંમરે લૂંટ, છેતરપિંડી અને સગીર બાળકોને પ્રોસ્ટિટ્યૂશનના ધંધામાં ખેંચી જવા બદલ પ્રિગોઝિનને બાર વરસની સજા થઈ હતી. જેલમાંથી છૂટા થયા બાદ એણે હોટડોગ નામની એક વાનગીનો સ્ટોલ ખોલ્યો અને એકમાંથી અનેક સ્ટોલ્સની શૃંખલા શરૂ કરી. ફાસ્ટ-ફૂડ અને કૅટરિંગના ધંધામાં એણે અનેક અમલદારો, નેતાઓને મફતની સેવાઓ અને મિજબાનીઓ પૂરી પાડી અને વગદાર લોકો સાથેના સંપર્કોનું એક નેટવર્ક ઊભું કર્યું. તેના શિરપાવ રૂપે પ્રિગોઝિનને કૅટરિંગના મસમોટા કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા. તેમાં રશિયાનાં લશ્કરી દળોને ખોરાક અને ખાદ્યસામગ્રીઓ પૂરી પાડવાનો પણ એક કોન્ટ્રાક્ટ હતો. એ સિલસિલામાં પુતિન સાથે મૈત્રી કેળવી લીધી હતી. બંનેનાં મગજ એકસરખી રીતે જ બદમાશ છે. તેથી મૈત્રી કુદરતી બની. પુતિન રશિયાના પ્રમુખ બન્યા તે સાથે ભાત-ભાતના ધંધામાં પ્રિગોઝિન અબજોપતિ બનતો ચાલ્યો. પુતિન ખાનગીમાં એના ભાગીદાર. પ્રમુખ સાથેની દોસ્તી ખાણીપીણીના ધંધામાંથી શરૂ થઈ હતી, તેથી ધનાઢ્ય બન્યો તો પણ આજે પુતિનના રસોઇયા તરીકે જ એ ઓળખાય છે.

Denne historien er fra July 08, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra July 08, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
ABHIYAAN

કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે

એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક

time-read
2 mins  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

ગુણોનો ગુણાકાર ગોળ

time-read
4 mins  |
Abhiyaan Magazine 25/01/2025
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
ABHIYAAN

મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ

થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 25/01/2025
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025