જનરેશન ગૅપને બે જુદી-જુદી પેઢીના વિચારો, માન્યતાઓ અને ક્રિયાઓમાં તફાવત તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. જનરેશન ગૅપ દૂર કરવી હોય તો બંને પેઢી વચ્ચે સંપૂર્ણ સંતુલન શોધવાની જરૂર છે.
પ્રયાગરાજના ડૉ. પ્રકાશ ખેતાનની દીકરી નીટની પરીક્ષા આપવા માટે તૈયારી કરી રહી હતી, પરંતુ થોડા સમય બાદ દીકરીનો આત્મવિશ્વાસ ડગી ગયો અને એણે પરીક્ષા આપવાની ના પાડી. હતાશ થઈને પિતાને કહ્યું કે મારે ડૉક્ટર નથી બનવું. એ સમયે પિતાએ દીકરીએ ગુમાવેલા આત્મવિશ્વાસનો પુનઃ સંચાર કરવાનો નિર્ધાર કર્યો. પોતાના બિઝી શિડ્યુલમાંથી રોજ પાંચ કલાક કાઢીને દીકરીને જાતે ભણાવવાનું શરૂ કર્યું. એને પ્રોત્સાહિત કરવા તેમણે પણ ૪૯ વર્ષની ઉંમરે નીટની પરીક્ષા આપી. પિતા પુત્રી બંને પાસ થયા. આજે દીકરી આત્મવિશ્વાસ સાથે એમબીબીએસમાં અભ્યાસ કરી રહી છે.
ભારતીય ગ્રાન્ડ માસ્ટર રમેશબાબુ પદ્માનંદ ચેસ વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચ્યો. વર્લ્ડના બીજા અને ત્રીજા નંબરને હરાવીને એ ફક્ત ૧૮ વર્ષની ઉંમરે આ સ્થાન પર પહોંચ્યો. ફાઇનલમાં એ હારી ગયો, પરંતુ વર્લ્ડ નંબર વન ચેસ પ્લેયરને પણ ગજબની ટક્કર આપી. એક સાધારણ ઘરનો સાવ સાધારણ બાળક આટલી નાની વયે પોતાની પ્રતિભાથી વિશ્વમાં પ્રસિદ્ધ થયો. એની પાછળ એની માતાની સાધના છે. ચેન્નઈના રમેશબાબુને ચેસ રમવા માટે વિદેશના અનેક દેશોમાં જવું પડતું, તો મા સ્ટવ અને વાસણ લઈને દીકરા સાથે પડછાયાની જેમ રહી. એ મા દીકરાની દરેક જીતની સાક્ષી બની છે.
ઉપરનાં બંને ઉદાહરણો એવાં માતા-પિતાનાં છે, જેઓ પોતાના સંતાન માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. આમ તો દરેક માતા-પિતા પોતાનાં સંતાનોને બધું જ શ્રેષ્ઠ આપવાની કોશિશ કરતાં જ હોય છે.
૨૧મી સદીનું બાળક એક અલગ માહોલમાં જીવી રહ્યું છે. માતા-પિતા એક અલગ વાતાવરણમાં જન્મ્યાં હતાં, ત્યારે ઇન્ટરનેટ, વીડિયો ગેમ્સ, પબજી, ફ્રી ફાયર ગેમ્સ કે સોશિયલ મીડિયા નહોતું.
ટિન્ડર જેવી ઍપ પણ નહોતી. એક્સપોઝરના આ યુગમાં મેન્ટલ હેલ્થની વાત કરીએ તો સ્ટ્રેસ, ટૅન્શન, એન્જાઇટી, ડિપ્રેશન, સુસાઇડલ થોટ વગેરે સમસ્યા વધી ગઈ છે. એવા સમયે પેરેન્ટ્સ માટે એ મોટો પડકાર રહે કે આ અનિશ્ચિતતાના દોરમાં પોતાનાં બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકે.
Denne historien er fra December 02, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 02, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.