લાફ્ટર વાઇરસ
ABHIYAAN|February 10, 2024
એમને ગાવાનો જીવલેણ શોખ છે
હર્ષદ પંડ્યા ‘ શબ્દપ્રીત'
લાફ્ટર વાઇરસ

કહેવાય છે કે જેને સંગીતમાં રસ હોય એના કાન સંગીત સિવાય બીજું કશુંય સાંભળવા માટે ટેવાયેલા જ નથી હોતા. ના, સગી વાઇફનું પણ સાંભળે નહીં, અંજામ જે આવવો હોય એ આવે.

અમારા એક સંબંધી બહેન છે, એમનાં પુત્રવધૂને નાનપણથી જ ગાવાનો ભયંકર શોખ. આવા શોખને કારણે તો ૪૦ વર્ષ પછી માંડ-માંડ એમનું લગ્ન થઈ શક્યું. એ તો આભાર માનો એમના પતિનો, કે એમની શ્રવણશક્તિ લગ્ન પહેલાં જ રિટાયર્ડ ગઈ હતી. ઈશ્વરને કેટકેટલાંનું કેવું-કેવું ધ્યાન રાખવું પડે છે, નહીં? આપણો બાબુ બૉસ પણ આમાં બાકાત નથી.

બાબુ બૉસને આમેય સંગીતનો શોખ ભારે. સાંભળનારને સમજાય કે ન સમજાય, પણ જ્યારે એને ગાવાનો ઍટેક આવે એટલે એ ઝાલ્યો ન રહે. એને પકડી રાખવો પડે.ભાઈ બાબુ આપણે એને પૂછીએ કે, ‘આ કયા રાગમાં તું ગાય છે?’ ત્યારે એકદમ ગાવાનું બંધ કરીને, આંખો બંધ કરીને કહે: ‘હું ગાઉં છું એ મહત્ત્વનું છે, શું ગાઉં છું એ મહત્ત્વનું નથી. સાંભળ્યા પછી તમે જ રાગ નક્કી ન કરી શકતા હો, તો ધૂળ પડી તમારા કાનમાં, એટલે કે... તમારા સાંભળવામાં.' આટલું કહી, વળી પાછો એ ગાવાના હળવા હુમલાનો ભોગ બની જતો

જ્યારથી બાબુ બૉસે ઘરમાં હાર્મોનિયમ અને વાયોલિન લાવવાનું નક્કી કર્યું ત્યારથી જુનિયર બૉસે, એટલે કે બાબુના પુત્ર ઝિંચુએ મનમાં ને મનમાં ગુટરગુ...ગુટરગુ... કરવાનું શરૂ કરી દીધું. બટકબોલાં બબિતા- ભાભી તો પોતાની જાતને દિલરુબા તરીકે જ માનીને વગર મૂછે સ્મિત કરતાં થઈ ગયાં, પણ એમના પડોશી પૂનમ પકોડી તો અમાસનું અંધારું ઓઢી લીધું હોય તેવાં થઈ ગયાં. એકવાર તો બાબુની ‘તાનસેની’ આખા ફ્લેટમાં એવી તો રેલાઈ ગઈ કે પૂનમ પકોડીએ તો કોઈ હાડોહાડ કવિની અદાથી મધુર ભાવે વિનંતીનો સૂર કાઢીને કહેલું પણ ખરું કે, ‘હે કાનસેનભાઈ... માફ કરજો...

હે તાનસેનભાઈ, તમારા સંગીતથી મારા કાન ભીંજાઈ ગયા છે. એનો મનેઆનંદ છે, પણ હવે તો ફોગાઈ જવા આવ્યા છે. કાન જ જતા રહેશે તો તમારા સંગીતનું કર્ણપાન હું નહીં કરી શકું. માટે સંગીતના પૂર્વસૂરિઓના વંશજ! તું મારા કાન પર નહીં, નો તારી કરિયર પર, ખમૈયા કર... બાપલા બમૈયા... આ...આ... કર.’ અને ત્યારથી બાબુ બૉસનું સંગીત અટકી જતું.

Denne historien er fra February 10, 2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 10, 2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
પ્રવાસન.
ABHIYAAN

પ્રવાસન.

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
ABHIYAAN

સબૉટેજ : આતંકનું આસુરી અત્ર

*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024