પ્રેમ એટલે કે...
ABHIYAAN|February 17, 2024
પ્રેમની સૂક્ષ્મ ધરી પર સંબંધ રચાતો હોય છે. જોજો પ્રેમ બીજ છે તો સંબંધ વૃક્ષ છે. સંબંધોનું મૂલ્ય પ્રેમથી સહેજ પણ ઓછું નથી
પ્રિયંકા જોષી
પ્રેમ એટલે કે...

પ્રેમ એટલે કે પ્રેમ વિશેની ચોર્યાસી લાખ વ્યાખ્યાઓને ડૂબાડીને તરી જતી અનુભૂતિ. પ્રેમ વિશે કેટકેટલું કહેવાયું છે, અઢળક લખાયું છે અને વંચાયું છે. છતાં એ પર્યાપ્ત નથી લાગતું. જીવનની સૌથી સરળ બાબતો આપણને સમજાતી નથી, કારણ કે એ સમજવા માટે હોતી જ નથી, માત્ર અનુભવવા માટે હોય છે. તેને સમજવાના પ્રયત્નો કરવા એટલે દીવો લઈને સૂરજ શોધવા નીકળવું. પ્રેમ તો અનુભૂતિનો ઉત્સવ છે. તેની પાછળનાં કારણો, પરિબળો અને લક્ષણો વિશે વિશ્લેષણ કરવું એટલે સંવેદનની ચીરફાડ કરીને તેના સૌંદર્યને નષ્ટ કરી નાખવું. આજે આપણે એટલો વંચક સમાજ રચી બેઠા છીએ જ્યાં લોકો નફરત વ્યક્ત કરતાં અચકતા નથી, પરંતુ ‘હું તને પ્રેમ કરું છું.’ - કહેવામાં નવ નેજે પાણી આવી જાય છે! કેમ? તેનાં અનેક કારણો છે. ખાસ કરીને તેની સાથે ફ્રી પેકેજમાં આવતી ‘હોવું જોઈએ’ની ફરજો અને જવાબદારીઓ છે.

શ્વાસ લેવા જેવી સહજ બાબતને આપણે અલૌકિકતાના એવા દુર્ગમ આસને બેસાડી દીધી છે કે વ્યક્તિ આખી જિંદગી ‘સાચા’ પ્રેમની શોધમાં ભટક્યા કરે છે. એ વલ્લે જ મળે છે, કારણ કે ‘સાચા પ્રેમ’ના ચિત્રમાં સિનેમાના રંગો, કવિ કલ્પના અને ફિલસૂફોના વિચારોએ મોટો ભાગ ભજવ્યો હોય છે, પરંતુ વ્યક્તિ એ ભૂલી જાય કે કલા એ કલાકારની અંગત અનુભૂતિનો ઉદ્ગાર હોય છે. જ્યારે વ્યક્તિએ પોતાનો અનુભવ જાતે જ મેળવવાનો હોય છે. જાય તોય તેની ખરાઈ પર તેને વિશ્વાસ આવતો નથી.

બદલાતી પેઢીઓ સાથે પ્રેમસંબંધોનાં સ્વરૂપ અને સમીકરણો પણ બદલાતાં ગયાં છે. હવે એ જમાનો એ નથી રહ્યો જેમાં સમાજ કે માતાપિતા વિલન બનતાં હતાં. આજે પ્રેમસંબંધોમાં વિલન બને છે વ્યક્તિના પોતાના જ પૂર્વગ્રહો અને આગ્રહો. પહેલાં કરતાં ઝડપી અને સરળ કોમ્યુનિકેશન થવાથી જૂની સમસ્યાઓનો તો અંત આવ્યો છે, તેની સાથે નવી સમસ્યાઓ જન્મી પણ છે. આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ કનેક્ટેડ રહેવા કરતાં દેખાડો કરવા માટે વધારે થતો જોવા મળે છે. કહેવાતો મુક્ત સમાજ પોતે જ ઊભી કરેલી ઇમેજ જાળવી રાખવા તેનો ગુલામ બનતો જાય છે. પહેલાંના સમયમાં ફક્ત સગાંસંબધીઓને સાચવવા પડતાં, આજની પેઢી હજારો અજાણ્યા ફોલોવર્સને સતત ઇમ્પ્રેસ કરતાં રહેવાનું પ્રેશર વેઠે છે. જે આ દોડમાં નથી જોડાતાં એ ઓલ્ડ સ્કૂલ કહેવાય છે. આપણી નિત્યા પણ કદાચ એવી જ ઓલ્ડ સ્કૂલ લાગે છે.

Denne historien er fra February 17, 2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 17, 2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024