આનંદ વહેંચવાથી બમણો થાય, સુખ સો ગણું વધે. આ માન્યતા બિલકુલ ખોટી નથી. આજકાલ તો આ વહેંચણીમાં સોશિયલ મીડિયારૂપે આપણને સૌથી મોટું, ઝડપી અને મજાનું પ્લૅટફૉર્મ મળ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા આપણે સગાંસંબંધી, મિત્રો, સમાન રુચિ ધરાવતા લોકોથી બનેલા, આપણે રચેલા સમાજ સાથે જોડાયેલા રહી શકીએ છીએ. પોતાના વિચારો વ્યક્ત કરવા માટે, જીવનના મધુર પ્રસંગોને પોતાના સ્વજનો સાથે વહેંચવાને સહ કોઈ આતુર હોય છે. માતાપિતા માટે સંતાનો તેમના જીવનનું સાર્થક્ય છે. સંતાનો તેમનું ગર્વ છે અને લાગણીનું કેન્દ્ર પણ. તેથી દરેક ઉંમરનાં માતા-પિતાના સોશિયલ મીડિયાની વૉલ તેમનાં સંતાનોના ફોટોગ્રાફ્સની ભરમાર હોય છે. તેમાં બાળકે માંડેલા પહેલા પગલાંથી માંડીને તેના વિદેશગમન સુધીની તમામ પ્રાસંગિક તસવીરો જોવા મળે છે, પરંતુ લાગણીના અતિરેકમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી આ મુક્ત વહેંચણી આપણાં સંતાનોને પસંદ છે ખરી?
વર્ષ ૨૦૦૪માં Orkut દ્વારા ભારતમાં સોશિયલ મીડિયાનો પ્રવેશ થયો, પરંતુ ડેસ્કટોપ કોમ્પ્યુટરથી થતો હોવાને કારણે તેનો ઉપયોગ મર્યાદિત હતો. તેનાં ત્રણ જ વર્ષ બાદ એટલે કે ૨૦૦૭માં પ્રથમ સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ થયો. તેના પગલે અન્ય દેશી-વિદેશી કંપનીઓ ભારતના સ્માર્ટફોન માર્કેટમાં પોતાનાં ઉત્પાદનોને લઈને આવી. ઇન્ટરનેટની સુવિધા અને વપરાશનો વ્યાપ વધારવામાં ટેલિકોમ કંપનીઓએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. કોરોના કાળ બાદ તો આખું ચિત્ર બદલાઈ ગયું. આજે દુનિયાભરનાં ક્ષેત્રો ઇન્ટરનેટ પર આધારિત બની ગયાં છે એ સ્વીકારવું જ રહ્યું. ઑફિસમાં ટેબલ પર બેસીને કરવું પડતું કામ ગમે તે સ્થળે હથેળી પર આંગળીઓ રમાડતાં થઈ જાય તેને અભૂતપૂર્વ ક્રાંતિ જ કહેવી પડે.
Denne historien er fra Abhiyaan Magazine 23/03/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 23/03/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ