સિનેમા એટલે અંધારાં-અજવાળાંની રંગીન સૃષ્ટિ! લાઇટ, કૅમેરા અને ઍક્શનની આ દુનિયા પડદા પર પ્રદર્શિત થાય છે ત્યારે અસંખ્ય લોકોની ભાવનાઓ તેની સાથે જોડાય છે. સિનેમા સાંપ્રત સમાજ અને પ્રવાહોનું પ્રતિબિંબ તો છે જ, સાથે-સાથે જનમાનસ પર તેનો પ્રભાવ એટલો પ્રબળ હોય છે કે સિનેમા થકી નવા વિચારો, નવા પ્રવાહોનું નિર્માણ પણ શક્ય છે. આપણે જોયું છે કે રોટી, કપડાં અને મકાન માટે દિવસ-રાત ઝઝૂમતાં લોકોમાં પણ સિનેમાની ચાહના ક્યારેય ઓછી થઈ નથી. પડદા પર સંચરતાં દશ્યોનો પડઘો દરેક વ્યક્તિના ચિત્ત પર પડે છે. પોસ્ટર ફાડીને જ્યારે નાયક દેખા દે છે ત્યારે તો મોટા ભાગની આંખો એ સીન જુએ છે, તો કેટલીક જૂજ આંખો બિહાઇન્ડ ધ સીન જુએ છે. એટલે જ એમને રસ પડે છે, તેની નિર્માણ પ્રક્રિયામાં.
મોડાસા તાલુકાના ઉમેદપુર ગામના હિરેન ચૌધરીને પણ ચોક્કસપણે આવી જ સર્જનાત્મક દૃષ્ટિની ભેટ મળી હોવી જોઈએ, નહિતર ગામડા ગામમાં વસતાં એક ખેડૂત પરિવારના યુવાનને ફિલ્મ મૅકિંગનો વિચાર આવે જ શી રીતે! જોકે, ફિલ્મ મૅકિંગ સાથે જોડાયેલા આ ગુજરાતી યુવાનની કથની ઓછી ફિલ્મી નથી. બાળપણમાં અભ્યાસની સાથે-સાથે નાટક વગેરે જેવી ઇતર પ્રવૃત્તિઓમાં પણ તેમને ખૂબ રસ રહેતો. એ દિવસો દરમિયાન જ યુવક મહોત્સવમાં રઘુવીર ચૌધરી રચિત નાટક ‘ડિમ લાઇટ’ ભજવેલું. એથી કહી શકાય કે કથાને વિઝ્યુલ ફોર્મમાં વ્યક્ત કરવાની તેમની સૂઝ શાળાના દિવસોમાં જ ઝળકી હતી.
Denne historien er fra Abhiyaan Magazine 03/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 03/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ