
ભૂપતભાઈનું સ્મિત મોગરાની સુગંધ જેવું અને હાસ્ય આષાઢી વરસાદથી ભીંજાયેલી ભીની માટીની મહેક જેવું... એમ કેમ હશે? આવો સવાલ મને ઘણીવાર થયેલો... પણ જેમ-જેમ એમના સહવાસમાં આવવાનું બન્યું તેમ-તેમ ક્રમશઃ મને મારા આ પ્રશ્નનો ઉત્તર મળતો ગયો. સંઘર્ષ જ માણસને સ્મિતનું વરદાન આપે છે. વળી, એમને ખડખડાટ હસતા જોઉં ત્યારે મને પેલી હિન્દી પંક્તિ યાદ આવી જાયઃ
‘તુમ ઈતના ક્યું મુસ્કુરા રહે હો,
ક્યા ગમ હૈ જિસકો છુપા રહે હો.’
ભૂપતભાઈએ પોતાના ગમનાગંજને બારમાસી સ્મિતની ચાદર ઓઢાડીને ઢાંકી દીધેલો.
ભૂપતભાઈ ખડખડાટ હસી શકતા, કારણ કે દંભ અને પ્રપંચથી એ દૂર રહેલા. એક દિવસ હું ‘સમભાવ’ કાર્યાલય ગન હાઉસ ખાતે મળવા ગયો.
‘લખવાનું કેવું ચાલે છે?’ એમણે હ્રદયથી પૂછેલું. (અહીં ‘હૃદયથી' એમ એટલા માટે લખવું પડ્યું છે કે મોટા ભાગના ‘હિતેચ્છુઓ’ માત્ર ને માત્ર હોઠથી પૂછતા હોય છે! આવા ‘મોટા ભાગના’ અને ભૂપતભાઈમાં એ ફરક, કે ભૂપતભાઈ પૂછે એમાં શ્રદ્ધાભાવ હોય અને પેલા ‘મોટા ભાગના’ પૂછે એમાં સ્પર્ધાભાવ હોય!)
‘ઠીક ઠીક ચાલે છે.’ મેં કહ્યું.
‘ના ચાલે’, ભૂપતભાઈએ સ્મિત કર્યું, ‘લેખનને શ્વાસ બનાવી દો, જુઓ પછી લખવાની અને જીવવાની મજા!' આજે એ દશ્ય આંખોના આંગણામાં જાણે કે આળસ મરડીને બેઠું થાય છે.
બોડકદેવ ખાતે જ્યારે સમભાવ કાર્યાલયનું સ્થળાંતર થયું ત્યારે ભૂપતભાઈએ કહેલું: ‘હવે અમે પૂર્તિ અને નવા વિભાગો શરૂ કરવાના છીએ...' ત્યારે મેં એમના હાથમાં બે અછાંદસ કવિતા મૂકતાં કહેલું: ‘આ કવિતા આજે સવારે લખાઈ છે.’ અને તરત જ એમણે હસી પડતાં કહ્યું, ‘સાચી વાત છે, ગરમાગરમ લાગે છે!'
કવિતા વાંચી લીધા પછી એમણે કહ્યું, ‘કવિતામાં રમૂજ કરો છો તો ગદ્યમાં લખોને’
“લખું છું, ગદ્યમાં પણ લખું છું. ‘સાધના’ સાપ્તાહિકમાં મારી ‘હળવે હલેસે’ નામની એક પાનાની કટાક્ષિકા આવે છે.’ મેં કહ્યું.
“પણ એ તો કોઈ ‘શબ્દપ્રીત’ના નામે આવે છે, હું વાચું છું ક્યારેક.”
“એ ‘શબ્દપ્રીત’ હું જ છું.”
‘અરે ભાઈ,’ભૂપતભાઈએ લાક્ષણિક ઢબે કહ્યું, ‘તો પછી નામ કેમ છુપાવો છો?’
બસ, ૧૯૯૬થી એમણે મને સમભાવપરિવારના કૉલમ લેખકોમાં સમાવી લીધો.
એક દિવસ હું ભૂપતભાઈની ઑફિસમાં બેઠો'તો. ભૂપતભાઈ પોતાના ફૅમિલી ડૉક્ટર પાસે ચેકઅપ માટે ગયેલા અને ત્યાં જ બક્ષીબાબુ આવ્યા.
Denne historien er fra Abhiyaan Magazine 12/09/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 12/09/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

નીરખને ગગનમાં....
'FAST FASHION ના ભભકા ભારે

કવર સ્ટોરી
વિવિધ ઉત્સવો થકી વડનગર બની રહ્યું છે, સાંસ્કૃતિક ધામ

પ્રવાસન
સંત કવિ રૈદાસ અને તેમનું જન્મ સ્થળી મંદિર, વારાણસી

રણવીરકાંડઃ યુ-ટ્યૂબ જગતમાં ખળભળાટ
લગભગ તમામ વીડિયો/સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક વગેરે સેંકડો લોકોનું ધ્યાન ખેંચી એમના માનસને પ્રભાવિત કરવાનું શક્તિશાળી ચાલક બળ બન્યા છે, ત્યારે સરકારની જવાબદારી બને છે કે અસત્ય ઉચ્ચારી કુપ્રચાર કરનારા, ઘૃણા ઉપજાવે એવા વલ્ગર સામગ્રી પીરસતાં વાંધાજનક પ્લેટફોર્મ્સ અને સંબંધિત વ્યક્તિઓની પ્રવૃત્તિઓને કાયદાના દાયરામાં લઈ આવે.

વિશ્લેષણ
ટ્રમ્પનાં તરંગી ફરમાનોથી દુનિયા દંગ, ભારત પણ તંગ!

શિવના નટરાજ સ્વરૂપનો મહિમા
મહાશિવરાત્રિ આપણા તમામ ધાર્મિક પર્વોમાં અનોખા પ્રકારનું પર્વ છે.

નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
દિલ્હીની સરકાર પર કેન્દ્રની 'વૉચ' રહેશે

વિઝા વિમર્શ
રૂપિયાના ડોલર કરવા છે?

સાંબેલાના સૂર
‘વેલેન્ટાઇન ડે'ની પોલિટિક્સ ઇફેક્ટ!

આંસ્કર ૨૦૨૫: ..ચર્ચા છે
‘ધ સબસ્ટન્સ’, ‘અનોરા’, ‘એમિલી પેરેઝ’ અને ‘ધ બ્રુટાલિસ્ટ’ની!