નાતાલના દિવસો નજીક આવે છે ત્યારે અંગ્રેજી માધ્યમ નિશાળોમાં પડતું ક્રિસમસ વૅકેશન તો યાદ આવે જ છે, પરંતુ તે સાથે જ મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, ગોવા અને કેરલ જેવાં રાજ્યો અને તે રાજ્યોમાં રહેલાં પ્રાચીન દેવળો, તેની સ્થાપત્યશૈલી અને તેનો ઇતિહાસ પણ યાદ આવે છે.
કેરલનો ખ્રિસ્તી ઇતિહાસ નોંધે છે કે જીસસના બાર શિષ્યોમાંના એક એવા થોમસ ધ એપોસલ 52 ADમાં કેરલના મલબાર સમુદ્ર કિનારાના પ્રાચીન બંદરગાહ મુમરિસ પર આવ્યા હતા અને તે વિસ્તારમાં તેઓએ ખ્રિસ્તી ધર્મની શરૂઆત કરી હતી. ત્રિશૂર જિલ્લાના કોડુંગલુર નામના નાના એવા ગામ પાસે રહેલા મુિિરસ નામના આ પ્રાચીન બંદરગાહથી આરંભાયેલો . કેરલનો ખ્રિસ્તી ધર્મ પછીનાં વર્ષોમાં વિકસ્યો અને પાલાયુરનું સેન્ટ થોમસ ચર્ચ, નિરનામનું સેન્ટ મેરીઝ ઑર્થોડક્સ ચર્ચ, કોવિલથોટ્ટમનું સેન્ટ એન્ડ્રુઝ રોમન કેથોલિક ચર્ચ અને ફૉર્ટ કોચીનું સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ જેવાં દેવળો બંધાયાં, જે દેવળોએ ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક વિરાસત તરીકે પણ સદીઓ પ્રાચીન ખ્રિસ્તી ધર્મનું જતન કર્યું.
૧૫૦૩માં બંધાયેલા સેન્ટ ફ્રાન્સિસ ચર્ચની જ વાત કરીએ તો ફૉર્ટ કોચીનું આ ચર્ચ ભારતનું સૌથી પ્રાચીન યુરોપિયન દેવળ છે. મલબાર સમુદ્ર કિનારાની સમાંતરે રહેલા અગત્યના પોર્ટ સિટી ગણાતા કોચીન કે કોચીમાં સ્થિત આ દેવળ યુરોપિયન કોલોનિયલ મહત્ત્વાકાંક્ષાનું સાક્ષી રહી ચૂક્યું છે.
એટલું જ નહીં, જ્યારે સોળમી સદીના ત્રીજા દાયકામાં પોર્ટુગીઝ એક્સપ્લો૨૨ વાસ્કો ડી ગામા તેની ત્રીજી મુલાકાત સમયે કોચીમાં મૃત્યુ પામ્યા ત્યારે તેના દેહને આ દેવળમાં દફનાવવામાં આવ્યો હતો અને ચૌદ વર્ષ પછી તેના અવશેષોને પોર્ટુગલના લિઝબનમાં રીલૉકેટ કરાયા હતા.
દક્ષિણ ભારતનાં દેવળોના સમૂહમાં આવતું સોળમી સદીના ઉત્તરાર્ધમાં બંધાયેલું આ દેવળ યુરોપ અને ભારત વચ્ચેનો દરિયાઈ માર્ગ શોધનાર વાસ્કો ડી ગામા સાથે સવિશેષ જોડાયેલું એટલે છે કે ૧૪૯૮માં પ્રથમ વખત કોઝીકોડના દરિયા કિનારે પહોંચેલા આ મહાન મુસાફર પાછળ પેદ્રો આલ્વારેસ કેબ્રાલ નામનો પોર્ટુગલ એક્સપ્લો૨૨ પણ આવ્યો જે એક નાવિક, મિસ્ટ્રી કમાન્ડર અને ઉમરાવ હતો અને પંદરમી સદીમાં ચાર ખંડોને ખૂંદનાર પ્રથમ માણસ પણ હતો.
Denne historien er fra Abhiyaan Magazine 04/01/2025-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 04/01/2025-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!