થોડાં વર્ષોથી કચ્છમાં પ્રવાસન વિકસી રહ્યું છે. રણ-દરિયો જોવા લોકો ઊમટી પડે છે. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વના કેન્દ્ર ધોળાવીરા, ફ્લેમિંગો, ભરતકામ જેવી કલાઓ, માતાના મઢ જેવાં ધાર્મિક સ્થાનો ઉપર રજાના સમયમાં ભારે ભીડ ઊમટી પડે છે, પરંતુ તેઓ બધું ઉતાવળમાં જોઈને નીકળી જતાં હોય છે. સાચું કચ્છ તો આવા પર્યટન સ્થળોથી વિશેષ ગામડાંમાં વસેલું છે. કચ્છને સમજવું હોય તો ગામડાંને, સ્થાનિક લોકોને જાણવા જોઈએ. વિદ્યાર્થીઓ કચ્છ વિશે જાણી, સમજીને તેને જીવનમાં ઉતારીને ભવિષ્યમાં તેનો પોતાના જીવનમાં ઉપયોગ કરી શકે છે. કચ્છ બહારના વિદ્યાર્થીઓને આવી તક મળી રહી છે. સ્વૈચ્છિક સંસ્થા હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને કચ્છના લોકોની કલા, તેમનું જીવન, સ્થાનિક લોકો દ્વારા કરાતું વિશિષ્ટ બાંધકામ વગેરે અંગે માહિતગાર કરવામાં આવે છે. દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન મુંબઈ, બેંગ્લોર, રાજકોટ, અમદાવાદ વગેરે શહેરોની શાળા-કૉલેજના બાળકો અહીં આવે છે. છેલ્લાં દસેક વર્ષથી આ પ્રકારનું એજ્યુકેશનલ ટૂરિઝમ કચ્છમાં ચાલી રહ્યું છે અને તેનો લાભ દર વર્ષે અંદાજે હજાર જેટલા વિદ્યાર્થીઓ મેળવે છે.
ડાયરેક્ટર નીલમ હુન્નરશાળાનાં સોમપુરાએ જણાવ્યું હતું કે, ‘કચ્છ અને એજ્યુકેશન ટૂરિઝમનો વિચાર દસેક વર્ષ પહેલાં આવ્યો હતો. લોકો કચ્છમાં ફરવા માટે આવે છે. અનેક શાળાઓનો પ્રવાસ પણ યોજાય છે. વિદ્યાર્થીઓને ભુજના કે કચ્છના મહત્ત્વનાં સ્થળો બતાવે અને પછી પાછા ચાલ્યા જાય છે. ખરેખર કચ્છ માત્ર પ્રવાસન સ્થળો પૂરતું જ નથી, તેનાથી તે ઘણું વિશેષ છે. વૈવિધ્યસભર ભૌગોલિકતા, વિવિધ કલા, ગાય અને ગોબરને મહત્ત્વ આપીને થતી ખેતી, અહીંના વિશિષ્ટ પદ્ધતિથી બનતાં ઘરો-મૂંગા વગેરે ઘણું છે કે જેને જોવાની અને સમજવાની જરૂર છે. આજે અલગ-અલગ રાજ્યનાં બાળકો, તરુણો કચ્છ વિશે ભણે છે. તેમને આ બધું જ શૈક્ષણિક દૃષ્ટિથી સમજાવવાની જરૂર હોવાનું લાગ્યું. જે શાળાઓ કચ્છમાં પ્રવાસ માટે આવે છે તે શાળા જ વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ ટૂરિઝમ રૂપે લઈ આવે, વિદ્યાર્થીઓ જે ભણતાં હોય તે દૃષ્ટિમાં રાખીને બધું જુએ તો તેમને ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે.'
Denne historien er fra Abhiyaan Magazine 04/01/2025-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 04/01/2025-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!