તબીબી ક્ષેત્રે પડકાર.. સામે છે નિતનવા આવિષ્કાર
Chitralekha Gujarati|August 01, 2022
કોરોના મહામારીની અસર હજી પૂરેપૂરી નાબૂદ થઈ નથી. આવનારો સમય માણસજાત માટે નવી મુશ્કેલી લાવી શકે છે. જો કે એનો સામનો કરવા તબીબી ક્ષેત્રે ટેક્નોલૉજીની મદદથી પરિવર્તન પણ આવી રહ્યાં છે.
નીકિતા શાહ
તબીબી ક્ષેત્રે પડકાર.. સામે છે નિતનવા આવિષ્કાર

કોરોનાનો સમય માનવજાત માટે મોટો લર્નિંગ પિરિયડ બની રહ્યો એમાં કોઈ શંકા નથી. માણસે આ સમયમાં ઘણું બધું શીખ્યું છે. માનવની જીવનશૈલીમાં ધરમૂળથી ફેરફાર લાવવાનો બોધ કોરોના કાળે આપ્યો છે. સાથે સાથે ટેક્નોલૉજીની અનંત શક્યતાથી કેવા આવિષ્કાર શક્ય છે એ પણ આ સમયમાં આપણે જોયું છે. આવનારા સમયમાં જ્યારે નવી બીમારી-નવી મહામારી-નવા વાઈરસ, વગેરેનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતો ટેક્નોલૉજીને સૌથી મોટા હથિયાર તરીકે જોઈ રહ્યા છે.

કોરોનાએ આપણને એ પણ સમજાવ્યું કે ‘હોતા હૈ.. ચલતા હૈ’ની માનસિકતા હવે નહીં ચાલે. માણસ જીવનશૈલી અને સમાજજીવનમાં આરોગ્યપ્રદ આદતો અપનાવે એ જરૂરી હોવાનું તબીબો પણ કહી રહ્યા છે. ભવિષ્યના પડકારોને પહોંચી વળવા પરિસરને સ્વચ્છ રાખવાના મહત્ત્વ પર પણ તબીબો ભાર મૂકી રહ્યા છે. એટલું જ નહીં, સ્વચ્છતા, સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીને આપણા રોજિંદા જીવનનો ભાગ બનાવવાની જરૂર હોવાનું ડૉક્ટર્સ જણાવે છે.

આવો જાણીએ, શું કહે છે ગુજરાતના જાણીતા તબીબી નિષ્ણાતો?

ડૉ. દિનેશ પટેલ

અમદાવાદની ‘દેવસ્ય હૉસ્પિટલ’ના ચૅરમૅન ડૉ. દિનેશ પટેલ યુરોલૉજિસ્ટ તરીકે સાડા ત્રણ દાયકાની પ્રેક્ટિસ ધરાવે છે. ‘ચિત્રલેખા’ સાથે અનુભવ વહેંચતાં એ કહે છે:

‘આમ જુઓ તો લોકોમાં ઘણી જાગૃતિ આવી છે. ખાસ તો કોરોના પછીના સમયમાં લોકો સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખતાં થયા છે. ટેક્નોલૉજીએ તો મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ લાવી દીધી છે. નિદાન-સારવારની પ્રક્રિયા ધરમૂળથી બદલાઈ રહી છે. નિદાન તો હવે સંપૂર્ણ ઑટોમેશન તરફ જઈ રહ્યું છે. ઘણા દેશોમાં તો ક્લિનિકલ જજમેન્ટ અપાતું જ નથી.’

ડૉ. દિનેશ પટેલ ઉમેરે છે કે સામાન્ય દૃષ્ટિએ જોઈએ તો પણ હવે તબીબી સેવાના પ્રસારને લીધે લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. ભવિષ્યમાં નવા રોગ, નવા વાઈરસના પડકારો આવશે તો પણ એની સામે અત્યાધુનિક ટેક્નોલૉજી-ઈનોવેશનથી આપણે લડી શકીશું.

દક્ષિણ ગુજરાતમાં વલસાડસ્થિત ‘ઝેનિથ હૉસ્પિટલ’ સાથે સંકળાયેલા ઈન્ટરવેન્શનલ ‘નિય હૉિ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. નવીન અગ્રવાલ ‘ચિત્રલેખા’ને કહે છે:

ડૉ. નવીન અગ્રવાલ

Denne historien er fra August 01, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra August 01, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.