એકલા જ આવ્યા મનવા.. એકલા જવાના..
Chitralekha Gujarati|August 01, 2022
સુપ્રસિદ્ધ ગઝલગાયક, હિંદી સિનેમાના સિન્ગર, ૮૨ વર્ષી ભૂપીન્દર સિંહનું નિધન
એકલા જ આવ્યા મનવા.. એકલા જવાના..

કેટલાંક ફિલ્મગીતો આપણે માટે સ્ટ્રેસ-બસ્ટર જેવાં હોય છે, જેમ કે રામગોપાલ વર્માની સત્યા ફિલ્મનું આ ગીત સાંભળીને રઘુ અલગ દુનિયામાં પહોંચી જાય છેઃ બાદલોં સે કાટ કાટ કે, કાગઝોં પે નામ જોડના, યે મુઝે ક્યા હો ગયા? ગુલઝાર સાહેબની રચના ને વિશાલ ભારદ્વાજનું દિલડોલ સ્વરાંકન અથવા કિનારાનું આ ગીતઃ મીઠે બોલ બોલે, બોલે પાયલિયા અગેઈન ગુલઝાર સાહેબ, સ્વરાંકન રાહુલ દેવ બર્મનનું કે પછી આ જ ત્રિપુટીનું પરિચય ફિલ્મનું મિતવા બોલે મીઠે બૈન..

– સોમવારે (૧૮ જુલાઈએ) મોડેથી સમાચાર આવે છે કે સુપ્રસિદ્ધ ગઝલગાયક, હિંદી સિનેમાના સિન્ગર, ૮૨ વર્ષી ભૂપીન્દર સિંહનું નિધન થયું છે.

સાવ જુદો, પોતીકો અવાજ, અલગ અંદાજ તથા ગાયકીમાં ઊંડાણ સાથે આવેલા ભૂપીન્દર સિંહે ગીતો ઘણાં ઓછાં ગાયાં, પણ ગઝલો ખૂબ આપી. પાંચ દાયકાની કારકિર્દીમાં મોહમ્મદ રફી, આરડી બર્મન, લતા મંગેશકર, આશા ભોસલે જેવાં સંગીતસૃષ્ટિનાં દિગ્ગજો સાથે સૂર મેળવ્યા.

Denne historien er fra August 01, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.