સત્તાનો દુરુપયોગ તો થતો નથી ને?
Chitralekha Gujarati|August 15, 2022
કાયદો હંમેશાં બેધારી તલવાર જેવો જ હોય છે. સત્તા પર બિરાજતો માણસ એને પોતાની રીતે મારીમચડીને વાપરી શકે છે. આ જ કારણે ‘ઈડી’ને વ્યાપક અધિકાર આપતા કાયદા વિશે ચોખવટ થવી જરૂરી છે.
હીરેન મહેતા
સત્તાનો દુરુપયોગ તો થતો નથી ને?

‘શિવસેનાના સાંસદ સંજય રાઉતઃ વધુ એક નેતા ચડ્યા ‘ઈડી’ની અડફેટે.

આ એક-બે નહીં, પણ પૂરી માત્ર એક યોગાનુયોગ પણ હોઈ શકે. ૨૪૧ અરજી ફગાવી દઈ સર્વોચ્ચ અદાલતે નાણાંની હેરાફેરી રોકવા માટેના કાયદાની તમામ જોગવાઈ મંજૂર રાખી અને એ સામેની કાર્યવાહી માટે પ્રવર્તન નિર્દેશાલય (ED-એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ને વ્યાપક સત્તા આપી એના ચાર જ દિવસમાં મોદી સરકારના સૌથી બોલકા વિરોધી– શિવસેનાના નેતા સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી. મુંબઈમાં હજાર કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના એક જમીન સોદામાં નાણાંની ગેરરીતિને લગતા કિસ્સામાં રાઉતનું નામ ચર્ચાતું હતું, હવે મહારાષ્ટ્રના બીજા બે મોટા નેતાની જેમ  રાઉતને પણ અંદર કરવામાં આવ્યા છે.

Denne historien er fra August 15, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.