ઈંટોના નવા રંગ..
Chitralekha Gujarati|August 29, 2022
આપણા જાણીતા લેખક મધુ રાયની એક વાર્તાનું શીર્ષક છેઃ ‘ઈંટોના સાત રંગ’. ભાવનગરમાં હમણાં એક ઈકો બ્રિક્સ પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેમાં ઈંટને બદલે ચણતરમાં પ્લાસ્ટિકની રંગબેરંગી બૉટલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જ્વલંત છાયા
ઈંટોના નવા રંગ..

ચંડીગઢમાં તદ્દન ખરાબાની જમીન પર નેકચંદ સૈનીએ બનાવેલું રોક ગાર્ડન કે ઉદયપુરમાં અવનવા ફુવારાથી શોભતું સ્થળ સહેલીઓ કે કી બાડી તો ઘણા લોકોએ જોયાં હશે. ભાવનગરમાં એવા જ એક નવતર પ્રકારનો બગીચો આકાર લઈ ચૂક્યો છે, જેને ઈકો બ્રિક્સ પાર્ક કહેવાય છે. એક નાના સમુદાયને થોડી રોજગારી તો એનાથી મળવાનું શરૂ થયું, પરંતુ એથીય મોટું કામ પર્યાવરણ જાળવણીનું થયું છે. શહેરના અકવાડા તળાવ પાસે બનેલું આ ઈકો બ્રિક્સ ગાર્ડન ગુજરાતનો આવો પ્રથમ બાગ છે.

ઈકો બ્રિક્સ એટલે શું?

કોઈ પણ દીવાલ કે અન્ય ઢાંચાના ચણતરમાં ઈંટ કે સિમેન્ટના બ્લૉકનો વપરાશ થાય. ક્યાંક વળી બેલાં વપરાય. ઈંટોના ભઠ્ઠાને લીધે પ્રદૂષણ ફેલાતું હોય. નદીના પટમાં ઈંટનું ઉત્પાદન અનેક શહેરોની જૂની સમસ્યા છે, પરંતુ આ ઈકો બ્રિક્સ એટલે જેનો પુનઃ ઉપયોગ ન થઈ શકતો હોય એવું પ્લાસ્ટિક.

ગામમાં, ઉકરડામાં કે રસ્તા પર સૉફ્ટ ડ્રિન્ક્સ તથા મિનરલ વૉટરની બૉટલ પડેલી જોવા મળે. સાથે જ પ્લાસ્ટિકની પાતળી કોથળી ઊડતી હોય, કચરાના ઢગલામાં કે રસ્તા પર પણ આવી કોથળીઓ મળે. આ એવું પ્લાસ્ટિક હોય છે, જે રિસાઈકલ થઈ શકતું નથી. એ સળગે તો હવાનું પ્રદૂષણ થાય. ગાય ખાઈ જાય તો એના પેટમાં ચોંટે, વરસાદી પાણીની સાથે જમીનમાં ઊતરે તો તળ ખરાબ થાય અને ગટરમાં જાય તો એ ચૉકઅપ થઈ જાય.

Denne historien er fra August 29, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra August 29, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.