આજની મહિલાઓનો મંત્રઃ પૈસા બચાવો અને રોકાણ વધારો
Chitralekha Gujarati|August 29, 2022
મહિલાઓ મહત્ત્વના આર્થિક નિર્ણયો લેવામાં સક્રિય બનતી જાય છે. હોમ લોન હોય કે સ્ટૉક્સ યા મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટમેન્ટની વાત હોય, સ્ત્રીઓએ આત્મનિર્ભર બનવાની દિશામાં હરણફાળ ભરવાનું શરૂ કરી દીધું છે. આ ટ્રેન્ડ મહાનગરોથી લઈ નાનાં શહેરોમાં પણ વધવા લાગ્યો છે.
જયેશ ચિતલિયા
આજની મહિલાઓનો મંત્રઃ પૈસા બચાવો અને રોકાણ વધારો

કોવિડની મહામારીની કરુણાંતિકા અનેક છે, પરંતુ આ બીમારીના ગાળામાં જે પરિવર્તન થયાં છે અને હજી થઈ રહ્યાં છે એની સુખદ ઘટના પણ અનેક છે. એ દરમિયાન જે આર્થિક સંજોગોનો–સમસ્યાઓનો સામનો કરવાનો થયો છે એ પછી પ્રત્યેક પાંચમાંથી એક મહિલાએ સ્વયં ઈન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કર્યું છે. જૉબ લોસ અને પગારકાપની સમસ્યા વચ્ચે પરિવારને મદદરૂપ થવા મહિલાઓએ વિવિધ કાર્ય હાથ ધરીને પરિવારનો આર્થિક ટેકો બનવાનું ચાલુ કર્યું એ પછીથી મહિલાઓમાં આર્થિક બચત, રોકાણ અને એની સમજ વધારવાનું લક્ષ્ય વિશેષ વધતું રહ્યું છે.

એક તાજા સર્વેક્ષણ મુજબ બાવીસ ટકા મહિલાઓ પોતાની આવકમાંથી મહત્તમ રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્સની યોજનાઓમાં કરે છે. એ પછી ગોલ્ડ અને સ્ટૉક્સનો વારો આવે વે છે. ૩૦ ટકા મહિલાઓ હજી બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, પીપીએફ જેવાં પરંપરાગત સાધનોમાં જ રોકાણ કરે છે. આશરે ૩૦ ટકા મહિલા ઈન્વેસ્ટમેન્ટ અને ફાઈનાન્સિયલ પ્લાનિંગ માટે ડિજિટલ પ્લૅટફૉર્મની સલાહ-માર્ગદર્શન પર ભરોસો રાખે છે, ૨૦ ટકા મહિલા મિત્રો અને પરિવારના સભ્યો પર વિશ્વાસ રાખીને રોકાણ કરે છે, જ્યારે ૧૫ ટકા મહિલા પર્સનલ ફાઈનાન્સના લેખો વાંચીને રોકાણનો નિર્ણય લે છે. સર્વે અનુસાર ૭૦ ટકા મહિલાઓ કહે છે કે એમણે હવે ફાઈનાન્સિયલ ક્ષેત્રના મામલે સ્વતંત્ર અથવા પોતાના જીવનસાથી સાથે મળીને નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે. એ હવે મની મૅનેજમેન્ટ મામલે પણ આત્મનિર્ભર બનવા સક્ષમ બનતી જાય છે અને આ વિષયમાં એમનો અભ્યાસ સતત વધી રહ્યો છે.

એક અભ્યાસ તેમ જ ડેટા મુજબ મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે મૅનેજમેન્ટ હેઠળ આશરે સાડા ચાર લાખ કરોડ રૂપિયા જેટલું રોકાણ મહિલા ઈન્વેસ્ટર્સનું છે. અંદાજિત ૫૯ લાખ મહિલા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં ૧૪૦ લાખ પોર્ટફોલિયો ધરાવે છે.

કિરણ તેલંગ: વધુ વળતરની લાલચમાં મૂળ મૂડી ન ગુમાવતાં.

મોટા ભાગની મહિલાઓના ફાઈનાન્સિયલ ગોલ્સમાં પોતાની નિવૃત્તિ અને સંતાનોનાં શિક્ષણ પ્રાયોરિટીમાં રહે છે. ૩૫ વર્ષથી નાની વયની મહિલાઓના ઉદ્દેશોમાં વધુ નાણાસર્જનનો ઉદ્દેશ પ્રથમ હોય છે. ઈન શૉર્ટ, અભ્યાસ કહે છે કે ઈન્વેસ્ટમેન્ટ તેમ જ ફાઈનાન્સિયલ પ્લાનિંગના વિષયમાં હવે મહિલાઓના માઈન્ડ સેટ અને બિહેવ બદલાયાં છે. એમનું લક્ષ્ય વધુ ને વધુ સ્વનિર્ભર બનતાં જવાનું છે. પૈસા બચાવવા સાથે મનીનું મૅનેજમેન્ટ કરવામાં એમનો રસ વધી રહ્યો છે.

Denne historien er fra August 29, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra August 29, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.