ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દરિયાકાંઠે આવેલું મેથળા ગામ. ગામની સીમમાં બનેલો બંધારો આ ચોમાસામાં બે વખત છલકાઈ ગયો. આ બંધારો છલકાય ત્યારે માત્ર પાણી જ છલકાતું નથી, પરંતુ આ મેથળા અને એની આજુબાજુનાં ૧૩થી વધુ ગામોના લોકોની ખુમારી, આત્મવિશ્વાસ અને આનંદ પણ છલકાતાં હોય છે. કારણ એ જ છે કે આ પાણીદાર બંધારો એમના પરસેવા, જાતમહેનત અને સહિયારા પુરુષાર્થથી બન્યો છે.
સરકાર કે સ્થાનિક પ્રશાસન કશું ન કરી શકે ત્યારે પોતાની આવશ્યકતા માટે પ્રજા જાતે જ રસ્તો શોધી લે અને કરી બતાવે એ નમૂનેદાર કામ છે મેથળાનો આ બંધારો.
આ બંધારો એના નિર્માણથી લઈને આજ દિન સુધી વિવિધ વિવાદનું કેન્દ્ર પણ રહ્યો છે. જો કે સમયની સાથે આવતા-જતા આવા પ્રવાહોને ઝીલતા આ બંધારાના પાયામાં રહેલો હજારો ગ્રામજનોનો પુરુષાર્થ સૌથી મહત્વનો છે.
બંધારો જરા અજાણ્યો શબ્દ લાગે. જો સરળ રીતે જોઈએ તો નદીનું, વરસાદનું પાણી દરિયામાં વહી જતું હોય અને દરિયાનું ખારું પાણી, ક્ષાર કિનારા પરનાં ગામોમાં ઘૂસી જતું હોય એ પ્રક્રિયાને રોકવા નદી અને દરિયાની વચ્ચે પાળો બાંધવામાં આવે એને બંધારો કહેવામાં આવે છે.
Denne historien er fra September 05, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 05, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på