ન્યાય-અન્યાયની ફરિયાદનો નવો અધ્યાય
Chitralekha Gujarati|September 05, 2022
ગોધરાકાંડ પછી ગુજરાતમાં ફેલાયેલાં કોમી રમખાણના એક વિવાદાસ્પદ કિસ્સા એવા બિલ્કિસ બાનો બળાત્કાર અને એના સાત પરિવારજનોની હત્યાને લગતા કેસના તમામ અપરાધીઓને હમણાં સજામાફીની જોગવાઈ પ્રમાણે છોડી મૂકવામાં આવ્યા છે. ધારણા પ્રમાણે જ આ નિર્ણયથી મોટો વિવાદ ઊભો થયો છે.
મહેશ શાહ (અમદાવાદ)
ન્યાય-અન્યાયની ફરિયાદનો નવો અધ્યાય

ગુજરાતની અમુક જેલોમાં ક્યારેક કેદીઓ વચ્ચે મારામારી, કેદીઓ પાસેથી પકડાયેલી પ્રતિબંધિત સામગ્રી, જેલ સ્ટાફ દ્વારા કથિત અત્યાચાર, વગેરે ખબરો ચર્ચાસ્પદ બની. તો ૧૫ ઓગસ્ટે અગિયાર કેદીની સામૂહિક સજામાફી અને જેલમુક્તિની ઘટનાનો વિવાદ જાગ્યો.

ઘટનાનું સ્થળ હતું ગોધરા સબ જેલ અને એ જેલમાંથી સજામાફી બાદ મુક્તિ મેળવનારા અગિયાર કેદી હતા બિલ્કિસ બાનો ગૅન્ગ રેપ અને હત્યાકાંડના દોષિતો.

શું હતી એ ઘટના? વર્ષ ૨૦૦૨માં ૨૭ ફેબ્રુઆરીએ અયોધ્યાથી આવેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા ૫૯ કારસેવકોને અમુક તોફાનીઓએ ગોધરા રેલવેસ્ટેશને જીવતા જલાવી દીધા હતા. આ અત્યંત ઘૃણાસ્પદ કૃત્યના ઉગ્ર પ્રતિભાવ રૂપે ગુજરાતભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં.

એ દિવસોમાં મુસ્લિમ ઘાંચીપરિવારની ૧૯ વર્ષી સગર્ભા બિલ્કિસ યાકુબ પટેલ એના પિયર રણધીકપુર (જિલ્લોઃ દાહોદ) આવેલી. જો કે તોફાનોથી ભયભીત બની એ પોતાની સાડા ત્રણ વર્ષની દીકરી સાલેહા અને પરિવારના સભ્યો સાથે ગામ છોડીને નીકળી ગઈ, પરંતુ ત્રણ માર્ચે સવારે લીમખેડા તાલુકાના પાણીવેલા ગામ પાસે નિર્જન ડુંગરાળ વિસ્તારમાં ત્રણ યુવકે પાંચેક મહિનાનો ગર્ભ ધરાવતી બિલ્કિસ બાનુ (બાનો) પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું. એ ઉપરાંત, તોફાનીઓએ બિલ્કિસના પરિવારના સાત સભ્યોને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધા. બન્ને હિચકારી ઘટના અંગે બિલ્કિસ યાકુબ પટેલે લીમખેડા પોલીસસ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.

કોઈ કારણસર લીમખેડા પોલીસે કેસની તપાસ બંધ કરી દીધી એટલે પીડિતા અને ફરિયાદી બિલ્કિસે માનવઅધિકાર આયોગમાં રજૂઆત કરી, જેને પગલે આયોગે સીબીઆઈ દ્વારા આ કેસની તપાસનો આદેશ આપ્યો. શરૂમાં આ ખટલો પર તેની અને કરો, રાજની ગુજરાતમાં ચાલ્યો, પણ પછી બિલ્કિસે એનો કેસ ગુજરાત બહાર ચલાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી એટલે કેસ ૨૦૦૪માં મુંબઈ કોર્ટમાં ટ્રાન્સફર થયો.

Denne historien er fra September 05, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra September 05, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.