પહેલાં એમનાં ઘર પર હથોડો મારો...
Chitralekha Gujarati|September 12, 2022
આ તૂટ્યાં દિલ્હીનાં ગેરકાયદે મકાન.
પહેલાં એમનાં ઘર પર હથોડો મારો...

સાચાનું ખોટું બહુ સહેલાઈથી થાય, પણ ખોટાનું સાચું ઝટ થતું નથી. ખોટાં કામ બહુ થાય છે, પરંતુ એવાં કામ થતાં રોકવાના કે ખોટાં કામને સુધારવાના પ્રયાસ ભાગ્યે જ થાય છે.

હમણાં દિલ્હીની ભાગોળે નોઈડા વિસ્તારમાં એક રહેણાક સંકુલમાં બગીચા માટે અનામત પ્લૉટ પર બિલ્ડરે ઊભી કરેલી ૩૦-૩૨ માળની બે ઈમારત તોડી પાડવામાં આવી એવા કિસ્સા બહુ બનતા નથી. અઢી વર્ષ પહેલાં કોચીમાં આ જ રીતે ત્રણ બહુમાળી બિલ્ડિંગ તોડવામાં આવ્યાં હતાં.

વર્ષો અગાઉ મુંબઈમાં એક બિલ્ડરે અધિકૃત માન્યતાને ચાતરી જઈ ૨૮ની બદલે ૩૬ મજલી મકાન (પ્રતિભા ઍપાર્ટમેન્ટ) બાંધ્યું હતું ત્યારે અદાલતે ઉપરના આઠ ગેરકાયદે માળ તોડવાનો આદેશ આપ્યો હતો. આપણે ત્યાં ગેરકાનૂની ઝૂંપડાં તૂટે છે, પણ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરીને ઊભાં થતાં મકાનો પર ઝટ હથોડો પડતો નથી. એટલે જ મુંબઈ અને કોચી જેવા અપવાદ પછી દિલ્હીમાં સવા ત્રણસો-સાડા ત્રણસો ફટનાં મકાન ભોંયભેગાં કરવાનું અદાલતનું ફરમાન થયું ત્યારે ઘણાને એના અમલ વિશે શંકા હતી.

Denne historien er fra September 12, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.