સમસ્યાનું અસ્તિત્વ તો સ્વીકારો!
Chitralekha Gujarati|September 12, 2022
ઢળતી ઉંમરે હજી કોઈ રાજકીય મહત્વાકાંક્ષાની લાલચે ગુલામ નબી આઝાદ જેવા વરિષ્ઠ આગેવાને કોંગ્રેસ છોડી હોય તો પણ ખાસ તો રાહુલ ગાંધી સામે એમણે જે બળાપો કાઢ્યો છે એમાં રતીભાર પણ અતિશયોક્તિ નથી. કોંગ્રેસી નેતાઓની તકલીફ એ છે કે ઉઘાડી આંખે પણ એમને હકીકત દેખાતી નથી.
હીરેન મહેતા
સમસ્યાનું અસ્તિત્વ તો સ્વીકારો!

રાહુલ ગાંધી સાથે ગુલામ નબી આઝાદઃ એકને જે બોલવું હતું એ બોલી લીધું, એકને કંઈ સાંભળવું કે જોવું જ નથી.

કોઈ પણ સમસ્યાનો નિવેડો એ સમસ્યા ટાળવાથી નથી આવતો, એને સમયસર ઉકેલવાના પ્રયાસથી આવે છે. રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીના ઉદયથી ગણો કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં થયેલા રકાસને શરૂઆત ગણો, કોંગ્રેસનું એ પછી સતત ધોવાણ થઈ રહ્યું છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસની પ્રતિષ્ઠા સાવ તળિયે જઈ બેઠી. ૧૯૭૭ પછી પહેલી વાર ગાંધીપરિવારના કોઈ સદસ્યએ ચૂંટણીમાં પરાજયનું મોઢું જોવું પડ્યું, એ પણ પરિવારના ગઢ ગણાતા ઉત્તર પ્રદેશના અમેઠી મતવિસ્તારમાંથી.

Denne historien er fra September 12, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.