ઈન્વેસ્ટમેન્ટ જગતમાં હર ઘર SIP
Chitralekha Gujarati|September 12, 2022
હર ઘર તિરંગાની જેમ ઈન્વેસ્ટમેન્ટ જગતમાં હર ઘર એસઆઈપી અને એસટીપી હોવા જોઈએ. મધ્યમ વર્ગ માટે ઉત્તમ એવા એસઆઈપી અને એસટીપીથી સંપત્તિસર્જન થાય છે તો એસડબ્લ્યુપી મારફત નિવૃત્તિમાં રાહત થાય છે. આ હકીકતને સરળ ભાષામાં સમજીએ.
જયેશ ચિતલિયા
ઈન્વેસ્ટમેન્ટ જગતમાં હર ઘર SIP

‘મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટેનો ઉત્તમ માર્ગ છે. શૅરબજારમાં સીધું રોકાણ કરવું એ ફુલટાઈમ જૉબ જેવું છે. તમે નોકરી-ધંધો કરતા હો અને વચ્ચે વચ્ચે તમે કોઈ શૅર ખરીદી લો, કોઈ વેચી દો એ આદર્શ સ્થિતિ નથી. આમાં પાર્ટ ટાઈમ જૉબ ન ચાલે. શૅરમાં રોકાણ એ એક પ્રોફેશનલ કાર્ય છે, જેનો અમલ પણ પ્રોફેશનલ ધોરણે થવો જોઈએ. સ્ટૉક્સની પસંદગી કરવી એ અભ્યાસ અને સજાગતા માગી લે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો ખર્ચ પણ ઓછો આવે છે. કોઈ મિત્ર કે સગાં-પરિચિતે કહ્યું ને શૅર લઈ લીધા એ યોગ્ય નથી.’ આ શબ્દો છે શૅરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના.

રાકેશ ઝુનઝુનવાલા શૅરબજારમાં તેજીવાળા અને ઈન્વેસ્ટમેન્ટ ગુરુ તરીકે લોકપ્રિય હતા અને અવસાન પછી પણ એમનાં વિધાનો અને સલાહોને લોકો યાદ કરે છે. એમની મ્યુચ્યુઅલ ફંડ વિશેની સલાહને તો વિશેષ ગણવી જોઈએ, કેમ કે આ કોઈ મ્યુચ્યુઅલ ફંડના એક્સ્પર્ટ કે પ્રચારકના શબ્દો નથી, પણ શૅરમાં કરેલા રોકાણને ઊંડાણથી સમજતી હસ્તીની સલાહ છે. આ સંદર્ભ સાથે વર્તમાન અને ભાવિ સમયને લક્ષ્યમાં રાખી મ્યુચ્યુઅલ ફંડના શ્રેષ્ઠ ગણાતા ત્રણ પ્લાનની વાત કરીએ.

વધારાની આવકના પ્રચારથી સાવધાન

Denne historien er fra September 12, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra September 12, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.