નજર પડે ત્યાં પાણી જ પાણી! પૂરને કારણે પાકિસ્તાનને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.
પાકિસ્તાન અત્યારે છેલ્લા દાયકા-સવા દાયકાના સૌથી વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે. ત્રણેક મહિના અગાઉ પાકિસ્તાને અતિ તીવ્ર ગરમીનો ભોગ બનવું પડ્યું અને હવે અઢી મહિનાથી પૂરનાં પાણીએ દેશના એક તૃતીયાંશ જેટલા વિસ્તારને ધમરોળી નાખ્યો છે. મરણાંક અત્યારે તો દોઢ હજારની આસપાસ બોલાય છે, પણ સેંકડો ગામોનાં ગામ તણાઈ ગયાં છે એટલે આ આંક ઘણો વધારે હશે એ નિશ્ચિત છે.
એપ્રિલ-મે મહિનાની કાળઝાળ ગરમીને લીધે હિમાલયની હિમનદીઓ પીગળી અને એ પછી જૂન-જુલાઈથી સિંધુ અને એની ઉપનદીઓ ઉપરવાસના વરસાદથી બે કાંઠે વહેવા લાગી ત્યારથી પાકિસ્તાનની પનોતી બેઠી. બે-બે મહિનાથી ઘણા વિસ્તારોમાં પાણી ઓસર્યાં જ ન હોય એટલે હાલત અતિશય ખરાબ થાય જ. પૂરનાં પાણીએ મોટા ભાગનો પાક છે અને પાકિસ્તાનમાં અત્યારે ખાણી-પીણીના પદાર્થોની ભારે અછત ઊભી થઈ છે. ચીન, સાઉદી અરબ અને અમેરિકાથી માંડી સંયુક્ત રાષ્ટ્રસંઘે પાકિસ્તાનમાં મદદ ઠાલવવા માંડી છે, પણ સ્થિતિ એટલી ખરાબ છે કે હજારો ગરીબોએ પેટે પાટા બાંધવાનો વારો આવ્યો છે.
Denne historien er fra September 19, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 19, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på