ગુજરાતના આર્થિક વિકાસની ગાડીને કેટલો વેગ મળશે?
Chitralekha Gujarati|December 26, 2022
વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતને પગલે ગુજરાતમાં આર્થિક ક્ષેત્રે પણ નવાં પરિણામ-પરિમાણ જોવા મળશે એવી આશા સંગીન બની રહી છે. માત્ર દેશમાં જ નહીં, વિશ્વના તખ્તા પર પણ ગુજરાતનું નામ બોલાય એવા મિશન સાથે આ રાજ્ય હવે પછી નવા ટ્રાન્સફોર્મેશન તરફ આગળ વધશે, આ રહ્યાં કારણ..
જયેશ ચિતલિયા
ગુજરાતના આર્થિક વિકાસની ગાડીને કેટલો વેગ મળશે?

નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાજપની જીતનો ડંકો વગાડ્યો, હવે આર્થિક ક્ષેત્રે પણ ઢોલ-નગારાં વાગશે.

આગામી પાંચથી દસ વરસમાં ગુજરાત ભારત માટે એક મોડલ સ્ટેટ તરીકે ઊભરશે. બીજાં રાજ્યો ગુજરાતને અનુસરવાનું પસંદ કરશે. સાતત્યપૂર્ણ, સમતોલ અને સિસ્ટેમેટિક વિકાસનું ઉદાહરણ બનેલું ગુજરાત આગામી વરસોમાં સાવ નોખું સ્વરૂપ ધારણ કરશે. આ નવા સ્વરૂપમાં ગુજરાત ગ્લોબલ સ્તરે પણ એક નવી ગરિમા સાથે ઊભું હશે..

આ આશાસ્પદ વિધાનો તાજેતરમાં ગુજરાત વિશેની ચર્ચાના વિષય બન્યાં છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જીત સાથે રાજકીય ઢોલ-નગારાં બાદ હવે આર્થિક ઢોલ-નગારાં વાગશે એવી આશા છે. ભાજપની આ ભવ્ય જીત બાદ ગુજરાતના આર્થિક-ઔદ્યોગિક વિકાસને નવી ગતિ-નવી દિશા મળશે. ગુજરાત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ પ્રેમભાવ હોવાનું જાહેર છે. ગુજરાતના ઝડપી વિકાસનું આ પણ એક મહત્ત્વનું કારણ અને પરિબળ છે.

ચાલો, જોઈએ આ વિષયમાં ગુજરાતની સોશિયો-ઈકોનોમીનો અભ્યાસ ધરાવતા નિષ્ણાતો શું કહે છે..

રોજગારસર્જન પર વધુ ધ્યાન જરૂરી

અમદાવાદસ્થિત મૅનેજમેન્ટ એક્સ્પર્ટ અને ઈકોનોમિસ્ટ નયન પરીખ ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છેઃ

‘ભાજપને આ વખતે જે જીત પ્રાપ્ત થઈ છે ત્યારે જો સરકાર રાજકીય ઉદ્દેશો કે કથિત રમતોને બાજુએ મૂકી અમુક બોલ્ડ નિર્ણય લે તો ગુજરાતનું ખરેખર વધુ હિત થઈ શકે છે. ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે, પરંતુ એની સામે રોજગારસર્જનની મર્યાદા છે. આના પર વધુ જોર આપવાની જરૂર છે. ભાજપની જીત બાદ આ વખતે કોઈ મજબૂત વિરોધ પક્ષ રહ્યો નથી, જે એક રીતે આવકાર્ય ન ગણાય, તંદુરસ્ત વિરોધ લોકશાહીનું પ્રેરક બળ બનતો હોય છે. જો કે ભાજપ એનો ગેરલાભ લેવાને બદલે ગુજરાતની પ્રજાનાં હિતમાં પિચની બહાર જઈને પણ બૅટિંગ કરી શકે છે. હવે ગુજરાત સરકાર માટે નવા કાનૂન પસાર કરાવવાનું વધુ સરળ અને ઝડપી બનશે. ભાજપ સરકાર આ વિષયમાં ગુડ ગવર્નન્સ સાથે સર્વાંગી હિતમાં આગળ વધશે એવી આશા રાખીએ.’

સંરક્ષણ ક્ષેત્રે પણ તોપ ગાજશે

ગુજરાતની સમૃદ્ધિનું કારણ છે એની પ્રગતિ. આ એક ઉમદા દાખલો છે, જે બીજાં રાજ્યોમાં પણ થાય તો સોનામાં સુગંધ ભળે એમ જણાવતાં બ્રોકરેજ-ફાઈનાન્સિયલ અગ્રણી હાઉસ કેઆર ચોકસી હોલ્ડિંગના મૅનેજિંગ ડિરેક્ટર : દેવેન ચોકસી ચિત્રલેખાને કહે છે:

Denne historien er fra December 26, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 26, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 mins  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 mins  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 mins  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 mins  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024