નાણાપ્રધાન નિર્મલા સીતારમણઃ અપેક્ષાનો ભાર.
ભારતીય અર્થતંત્ર ઊભરતાં રાષ્ટ્રોમાં ભલે સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર ગણાય, ભારત સામે અનેક આર્થિક-સામાજિક પડકાર ઊભા છે. ભારતે ફાસ્ટેસ્ટ ઈકોનોમીના બિરુદથી છલકાઈ કે હરખાઈ જવાની જરૂર નથી. બેરોજગારી, આર્થિક અસમાનતા, ફિસ્કલ ડેફિસિટ (રાજકોષીય ખાધ), ટ્રેડ ડેફિસિટ, રૂપિયાની નબળાઈ, મોંઘવારી, વ્યાજદર, ગ્લોબલ સમસ્યા અને અનિશ્ચિતતા જેવાં પરિબળો આપણી સામે સવાલ બનીને ઊભાં જ છે.
શૈલેશ શેઠ
આ ઉપરાંત, દેશમાં અનેક પ્રકારના ચાલતા સામાજિક, રાજકીય અને ધાર્મિક વિવાદ પણ ભારત માટે પડકાર જ ગણાય. આ વર્ષ દરમિયાન આવનારી નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને ૨૦૨૪માં આવનારી સામાન્ય (લોકસભા) ચૂંટણી પણ સરકાર સામે અનેક પ્રશ્નો લઈને આવશે.
આવા સંજોગમાં ૨૦૨૩-૨૪નું કેન્દ્રીય બજેટ જાહેર થવામાં માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે આ બજેટમાં ગરીબ જનતા, મધ્યમ વર્ગ, વેપાર-ઉદ્યોગ, વિવિધ બજારો, ફાઈનાન્સિયલ માર્કેટ માટે કેવાં પગલાં હશે, લોકોની શું અપેક્ષા-ધારણા છે, સંભવિત પગલાંઓની શું અસર થઈ શકે એને સમજવાનો પ્રયાસ કરીએ.
આવકવેરા સંબંધી ફેરફાર નિશ્ચિત
સૌપ્રથમ આવકવેરાની મુક્તિમર્યાદા વિશે એવી વ્યાપક ધારણા છે કે નાણાપ્રધાન આવકવેરાના માળખામાં એવા ફેરફાર કરશે કે જેનાથી મધ્યમ વર્ગને રાહતની લાગણી અનુભવાય. છેલ્લાં ત્રણેક વરસમાં કોરોનાના સંજોગોને પરિણામે નીચલા તેમ જ મધ્યમ વર્ગે ઘણું સહન કર્યું છે. એમને રાહત આપવામાં સરકારનું અર્થાત્ અર્થતંત્રનું પણ હિત છે. મુક્તિમર્યાદા વધારવાથી સરકારને આવકવેરાની રેવન્યૂમાં મોટો ફરક નહીં પડે, પરંતુ લોકોના હાથમાં નાણાં વધવાથી એ નાણાં બચત યા રોકાણ તરફ કે પછી ચીજવસ્તુઓની ખરીદી તરફ વળશે. ઈન શૉર્ટ, પ્રજાનાં બચેલાં નાણાં બજારમાં ફરતાં થશે.
સ્નેહલ મુઝુમદાર
સમાજના દરેક વર્ગ માટે નાણાપ્રધાન કંઈક ને કંઈક તો આપશે જ.
Denne historien er fra February 06, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 06, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?