ડિજિટલ ગેમ્સ મનોરંજન કે મનોરોગ?
Chitralekha Gujarati|February 13, 2023
સ્માર્ટફોન અને સ્પીડી ઈન્ટરનેટે સૌથી મોટો લાભ ગેમિંગ ઈન્ડસ્ટ્રીને અપાવ્યો છે. ટીવી સાથે કન્સોલ જોડીને કે લૅપટૉપમાં માથું ઘાલીને ડિજિટલ ગેમ રમવા કરતાં લોકો હવે ફોનમાં આવી રમત રમવાનું પસંદ કરે છે. લુડો, સાપસીડી, કૅરમ જેવી નિર્દોષ જણાતી ગેમ્સથી લઈને જુગારને ઉત્તેજન આપતી રમી કે સટ્ટાબાજી કહી શકાય એવી ક્રિકેટની આગાહી જેવી રમતે કરોડો લોકોને વ્યસની બનાવ્યા છે. બાળકોમાં હિંસક લાગણીઓ પ્રગટાવતી ઍક્શન ગેમ્સ તો જુદી. એક તરફ, ગેમ ડેવલપમેન્ટનું અબજો ડૉલરનું માર્કેટ અને બીજી તરફ, યુવાનોને બંધાણી બનાવવાના જોખમ વચ્ચે ભારતે પસંદગી કરવાની છે.
સમીર પાલેજા (મુંબઈ) । નિતુલ ગજ્જર (વડોદરા)
ડિજિટલ ગેમ્સ મનોરંજન કે મનોરોગ?

આવનારાં વર્ષોમાં ટીવી, સિનેમા અને મ્યુઝિક એ ત્રણેય ઉદ્યોગ કરતાં પણ ગેમિંગ ઈન્ડસ્ટ્રી મોટી થવાની છે..

થોડા વખત અગાઉ જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કરેલી આ આગાહીનો પુરાવો આજે ઘરે ઘરે, શાળા-કૉલેજમાં ને ટ્રેન-બસમાં પણ જોવા મળે છે. સાપસીડી, ચોપાટ (લુડો)થી લઈને ચેસ ઉપરાંત બૉક્સિંગ, ક્રિકેટ, ફૂટબૉલ સમી રમતો પણ દર બીજા માણસના મોબાઈલ, ટૅબ કે લૅપટૉપની સ્ક્રીનમાં જોવા મળે છે.

૨૦૨૦માં પ્રકાશિત થયેલા નાસ્કૉમના આંકડા કહે છે કે ભારતમાં ૬૨ કરોડથી વધુ લોકો ગેમ રમે છે. આમાંથી બાવીસ કરોડ લોકો તો રોજ સરેરાશ ૪૨ મિનિટ ગેમ પર ચોંટ્યા રહે છે. મહામારીના દિવસોમાં નવરા બેઠાં લાખો લોકો ગેમિંગ તરફ વળ્યા એટલે ૨૦૨૦માં નવા ખેલાડીઓની સંખ્યા ૪૦ ટકા અને ૨૦૨૧માં ૫૦ ટકા વધી હતી. ૨૦૨૦માં ગેમિંગનું બજાર ૧.૦૨ અબજ ડૉલર (અત્યારના ભાવે ૮૨ અબજ રૂપિયા) હતું એ ૨૦૨૬ સુધીમાં ૪.૮૮ અબજ ડૉલર થવાની ધારણા છે. નાસ્કૉમના અંદાજ પ્રમાણે ભારતમાં ૨૦૦ જેટલા નાના-મોટા ગેમ ડેવલપર્સ છે.

લુડો જેવી બોર્ડ ગેમ, બૉક્સિંગ જેવી ઢિશૂમ.. ઢિશૂમ અને રેસિંગનો અનુભવ આપતી ડિજિટલ ગેમ્સ આજકાલ ધૂમ રમાય છે.

૨૦૧૬થી ૨૦૨૧ વચ્ચે દુનિયામાં ગેમિંગ ક્ષેત્રે ૨૬ ટકાની વૃદ્ધિ થઈ. ૨૦૨૨માં ગેમિંગનું ૨૩૫.૭ બિલિયન ડૉલરનું ટર્નઓવર થયું. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર ૨૦૨૬ સુધીમાં ગેમિંગ ઉદ્યોગ ૩૨૦ બિલિયન ડૉલર કરતાં પણ મોટો થઈ જશે. ૨૦૨૨ના આંકડા પ્રમાણે દુનિયાના ઑનલાઈન ગેમર્સની સંખ્યા ૧૧૭ કરોડ છે ને એમના થકી ૨૩.૬૫ અબજ ડૉલરની આવક થઈ છે. વધુપડતી ઑનલાઈન ગેમ્સ ફ્રી ટુ પ્લે પ્રકારની હોવાથી થોકબંધ રમાય છે. ઑનલાઈન ગેમ્સમાં સમયાંતરે અપડેટના માધ્યમથી નવાં ફીચર્સ ઉમેરવામાં આવે છે, જેથી ખેલાડીને વિવિધતા પણ મળે છે.

હવે ચોંકાવનારા ફિગર્સ વાંચો તો ૨૦૧૯માં એવેન્જર્સ એન્ડગેમ ફિલ્મે જેટલા સમયમાં ૮૫ કરોડ ડૉલરની કમાણી કરી એ જ અરસામાં રજૂ થયેલી કૉલ ઑફ ડ્યુટીઃ મૉડર્ન વૉરફેર ગેમે એના નિર્માતાને ૧૯૦ કરોડ ડૉલરની આવક કરાવી આપેલી. ભારતમાં બનેલી ગેમ લુડો કિંગે ૨૦૨૦માં ૨૦ મિલિયન ડૉલર (૧૬૦ કરોડ રૂપિયા) કરતાં પણ વધારેની કમાણી કરી. આજે પણ ભારતમાં દરરોજ પાંચ કરોડથી વધુ લોકો આ ગેમ રમે છે.

Denne historien er fra February 13, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 13, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024