છેલ્લાં કેટલાંક વર્ષથી નવરાત્રિમાં નવે દિવસ જુદા જુદા રંગનાં વસ્ત્રો પહેરવાની પ્રથા ચાલી છે એમ દર વર્ષે લગનસરામાં પણ ડેકોરેશનના જુદા જુદા રંગ નક્કી થાય છે. આ વર્ષે અર્થાત્ ૨૦૨૩ માટે ઈન્ટરનૅશનલ ડેકોરેટર્સે પિચ (આછો કેસરી) અને લાઈલક (આછો જાંબુડી) રંગ પસંદ કર્યા છે. એટલે જ ઈન્ટરનૅશનલ ટ્રેન્ડ્સનું પાલન કરનારા ભારતીય ડેકોરેટર્સે સુશોભિત કરેલાં કોઈ પણ લગ્નમાં આજકાલ પિચ અને લાઈલકના શેડ્સની મહેફિલ જોવા મળે છે.
કમુરતાંના દિવસો બાદ કરો તો દેવ દિવાળીથી શરૂ થયેલી લગ્નની સીઝન છેક મે મહિના સુધી પુરજોશમાં ચાલવાની છે એટલે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે આ લગ્નમંડપની સજાવટમાં આ રંગોનું પ્રભુત્વ હજી જોવા મળશે.
મુંબઈમાં સિક્સ સીઝન્સ સ્ટુડિયો ચલાવતા ક્રિયેટિવ આર્ટ ડિરેક્ટર અનિશ વેદિયા ચિત્રલેખાને કહે છે: ડેકોરેટર તરીકે અમે સૌથી પહેલાં તો વર-કન્યાને મળીને એમનો ટેસ્ટ જાણીએ છીએ. પછી એમણે કલ્પેલાં લગ્નને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા જાતજાતનાં એલિમેન્ટ્સનું સંયોજન કરીએ. કોઈ પણ સજાવટમાં સ્થળ, સમય, ઋતુ અને થીમ પ્રમાણે સુશોભન થાય છે.’
પોતાના ક્લાયન્ટ્સને એ ટુ ઝેડ વેડિંગ સોલ્યુશન પૂરું પાડતા અનિશભાઈનું મુખ્ય કામ લગ્નસમારંભના જુદા જુદા પ્રસંગોને યોગ્ય સજાવટથી દીપાવવાનું છે. એમના કહેવા મુજબ, રૉયલ વેડિંગ હોય તો અલગ ડેકોરેશન થાય, બીચ વેડિંગમાં જુદી સજાવટ હોય અને કાર્નિવલિશ એટલે કે ઉત્સવની ધમાલનો થીમ હોય તો એ પ્રમાણેનું સુશોભન થાય. આજકાલ ફેરી લાઈટ વેડિંગ બહુ ચાલે છે. ખાસ કરીને કન્યાઓને સ્ટાર્સનું ડેકોરેશન પસંદ પડે છે.
Denne historien er fra February 27, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 27, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.