તમારો આધાર નંબર તમારી વ્યક્તિગત ઓળખ છે અને આ ઓળખ એટલે કે તમારો આધાર નંબર બૅન્ક, મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઈડર કંપની, ક્રેડિટ કાર્ડ, પાસપોર્ટ, મ્યુચ્યુઅલ ફંડ તથા શૅરબજારમાં તમારા રોકાણ સહિતની અનેક યંત્રણા પાસે ઉપલબ્ધ છે.
આ ઓળખ બીજાને હાથવગી થઈ જાય ત્યારે તમારા જ નામ પર તમારા આધારે શું શું થઈ શકે એનો આપણને અંદાજ નથી હોતો અને અંદાજ હોય છે તો પણ આપણે એને ગંભીરતાથી લેતા નથી. એને કારણે બીજાની ઓળખ ચોરી લઈ ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ કૌભાંડ ચાલતાં રહે છે.
આવું જ એક કૌભાંડ હમણાં બહાર આવ્યું. ભાવનગર જિલ્લાના નાના એવા પાલીતાણામાંથી સમગ્ર દેશમાં ૨૭૦૦ બોગસ વ્યાપારી પેઢીનું રજિસ્ટ્રેશન થયું, જીએસટી નંબર મેળવવામાં આવ્યા અને કરોડો નહીં, પણ અબજોના બોગસ વ્યવહાર પણ થયા. આ બધું જ જેમના નામે થયું એટલે કે જેમના આધાર નંબર હતા એમની જાણબહાર!
આ કૌભાંડ કઈ રીતે થયું એ સમજવા કેટલીક ટેક્નિકલ બાબત જાણવી જરૂરી છેઃ કાયદો બને એ સાથે જ એની છટકબારી શું હોઈ શકે અને આ કાયદાનો મહત્તમ લાભ શું લઈ શકાય એની શોધખોળ પણ શરૂ થઈ જતી હોય છે. આવું જ થયું છે જીએસટીના મામલે. કરપદ્ધતિને સરળ બનાવવાના અને કરચોરી અટકાવવાના હેતુસર કેન્દ્ર સરકારે ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) લાગુ કર્યો હતો. આશરે સાડા પાંચ વર્ષ પહેલાં અમલમાં આવેલા આ કરમાળખાની માયાજાળમાં અનેક વેપારી-ઉદ્યોગપતિઓ એવા અટવાયા કે કામધંધો ભૂલી ગયા. સામા પક્ષે આ જ ટૅક્સની નીતિનો ફાયદો ઉઠાવી કેટલાક સાવ બેકારમાંથી કરોડપતિ થઈ ગયા છે.
Denne historien er fra March 06, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 06, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?