રવિવાર હોવાથી કોઈને ઊઠવાની ઉતાવળ નહોતી. નહોતી મુકેશભાઈને પોતાની દવાની દુકાન ખોલવાની તાણ. અમિત તો આમ પણ રવિવારે દસ વાગ્યા પછી ઊઠતો. આશીએ ઘરની બાજુમાં પોતાનું બ્યુટી પાર્લર શરૂ કરેલું. આજે એનેય ઉતાવળ નહોતી.
ફિગર મેઈન્ટેન રાખવા મથતી આશીએ રસોડામાં પ્રવેશતાંવેંત માઈક્રોવેવ અવનમાં પાણી ગરમ કર્યું, એમાં મધ, લીંબુ નિચોવ્યું અને આડુંઅવળું જોયા વગર ગટગટાવી ગઈ.
‘લે, એકલી એકલી પી ગઈ. એમ થાય કે સાસુ માટેય બનાવી આપું?’ ચા ઉકાળતાં ગીતાબહેન ગારોડિયા મનોમન ઊકળ્યાં.
ગીતાબહેનને થયું, નવી આવેલી વહુનું જ બ્યુટી પાર્લર છે માટે મન ફાવે ત્યારે બ્યુટિફુલ બની શકાશે ને મફતમાં જ મેકઅપ થઈ જશે. સુંદર દેખાવું દરેક નારીનો જન્મસિદ્ધ અધિકાર છે એવું દૃઢપણે માનતાં બેઠી દડીનાં ગીતાબહેનને નવા જમાનાની નવી વહુને જોઈને એકાએક મૉડર્ન થવાનો ધખારો ઊપડ્યો હતો.
‘આપણી જ દવાની દુકાન, બોલ. ફાકીઓ ખાધી, કાઢા પીધા, ટેબ્લેટો ગળી, પણ મારી ચરબી ન ઓગળી. તારા પપ્પાને ખાવાનો શોખ. મને બનાવવાનો. જરીક ચાખવા પૂરતું ખાઉં, બોલ.. પણ એકેય કારી કામ ન આવી. મનેય તારી જેમ સ્લિમ ઍન્ડ ટ્રિમ થાવું છે. પછી તો હુંય જીન્સ પે’રી શકું.’
‘ઓહહહ મમ્મીજી, તમે ઈંગ્લિશ સ્પીકિંગ ટ્રાય કરો છો તેમ જીન્સ પણ ટ્રાય કરો, યુ સી. અમેરિકામાં મોટા-નાના, જાડા-પાતળા બધા જ પે’રે. એમાં સ્લિમ ઍન્ડ ટ્રિમ થવાની જરૂર નહીં, ઈટ્સ ઓકે. આપણે આજે જ મૉલમાં જઈ તમારે માટે જીન્સ અને ટૉપ પર્ચેઝ કરી લાવીએ.’ એકની એક લાડકી વહુની વાત સાંભળી ગીતાબહેનને ગા-વા ઊપડ્યોઃ આજ મેં ઉપર, આસમાં નીચે.. ગીતાબહેન મૂડમાં હોય ત્યારે શરીરનો વા ઑટોમેટિક મટી જઈ એમને ગા-વા ઊપડતો.
‘સાસુ-વહુ ઉપર-નીચે પછી કરજો. પહેલાં કોઈ મને ચા આપો.’ બહારથી મુકેશભાઈનો ઘાંટો પડ્યો. નાક પર ટકેલી ચશ્માંની વાંકી દાંડી એમણે સીધી કરી. વાંકાચૂંકા અક્ષરો ઉકેલી શકતા મુકેશભાઈ પોતાની ધર્મપત્નીને ઉકેલી નહોતા શક્યા. આશી બાલ્કનીમાં યોગ કરવા બેઠી.
ગીતાબહેન ગીત ગણગણતાં ચા ઉકાળવા માંડ્યાં. કિટી પાર્ટીની સહેલીઓ મીના, રીટા, ચારુ સામે પોતે જીન્સ પહેરી વટ મારશે એવી કલ્પનામાં એ રાચ્યાં એમાં હરખઘેલી ચા ઊભરાઈ ગઈ.
‘મને ચા મળશે?' મુકેશભાઈએ ઢીલા અવાજે પૂછ્યું.
Denne historien er fra March 06, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 06, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.