નાની નોટમાં હજી થાય છે મોટાં કામ!
Chitralekha Gujarati|March 13, 2023
દસની નોટમાં ભલે આખી ચા પણ મળતી ન હોય, પરંતુ ભરપેટ ભોજન કરી શકાય છે અને હા, નિદાન કરાવી દવા પણ મળી શકે છે.
જયેશ દવે (ભાવનગર)
નાની નોટમાં હજી થાય છે મોટાં કામ!

દસમાં શું થાય એટલે કે દસ રૂપિયાની એક નોટમાં શું થઈ શકે? સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવે ચાના પણ ૧૨ રૂપિયા થઈ ગયા છે. ઘણાખરા પાનમસાલા તો ૧૫ રૂપિયાથી શરૂ થાય છે. વધતી જતી મોંઘવારીના સમયમાં ૧૦ રૂપિયાની નોટ પણ હવે દુબળી થઈ ગઈ છે. આમ છતાં ગોહિલવાડના ભાવનગરમાં આ જ ૧૦ની નોટમાં હજી પૂરો દમ છે અને આ એક નોટથી ભરપેટ ભોજન અને સારવાર પણ મેળવી શકાય છે.

અહીં વાત એવી ચાર સંસ્થાની કરવી છે જ્યાં ૧૦ રૂપિયાની તાકાત જેવી તેવી નથી.

સંતો અને સુરાની ભૂમિ ગણાતા ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રની વાત કરીએ તો વીરપુર ખાતે જલારામ મંદિર હોય, સતાધાર ગીગા આપાની જગ્યા હોય કે બગદાણા બજરંગદાસ બાપાનો આશ્રમ હોય, આવી અનેક જગ્યાએ વિનામૂલ્યે ચાલતાં અન્નક્ષેત્રો ચાલે જ છે અને કોઈ જ સરકારી કાર્ડ કે સહાય વગર. ટીંબી સહિત અનેક સ્થળે વિનામૂલ્યે ઑપરેશન સહિતની સુવિધા આપતી અનેક હૉસ્પિટલ પણ છે જ. જો કે અહીં વાત વિનામૂલ્યની નહીં, પરંતુ જ્યાં મફતનું લીધાના ભાવ વગર પૂરા સમ્માન સાથે ભોજન કે પછી નિદાન મેળવી શકાય છે એની કરી છે.

ભાવનગર શહેરના જશોનાથ મહાદેવ સર્કલ પાસે આવેલું અન્નપૂર્ણા ભોજનાલય રૂપિયા ૧૦માં લોકોને ભરપેટ જમાડે છે. છેલ્લાં ૧૨ વર્ષથી અવિરત સવાર-સાંજ રોટલી, શાક, દાળ, ભાત અને છાશ અનલિમિટેડ.. અને એ પણ માત્ર રૂપિયા ૧૦માં જ. શું આમાં કોઈ મોંઘવારીની અસર જોવા એ નથી મળી? ચિત્રલેખાને જવાબ આપતા સંચાલક ગિરીશભાઈ શાહ કહે છે: ‘ઠાકોરજીની દયા છે. દસ રૂપિયામાં શરૂ કર્યું હતું અને આજે પણ એ જ રીતે જમાડીએ છીએ અને જમાડતાં રહીશું.’

આ ભોજનાલય માટે કોઈની પાસેથી દાન સ્વરૂપે એક રૂપિયો પણ લેવામાં આવતો નથી. ગિરીશભાઈ શાહ અને એમના પરિવાર દ્વારા આર્થિક અને શારીરિક સહયોગથી જ આ ચલાવવામાં આવે છે. કોરોના કાળ પૂર્વે અહીં રોજ એક ટંકમાં ૪૫૦થી વધુ વ્યક્તિઓ ભોજન લેતી હતી અને અત્યારે ૨૫૦થી વધુ લોકો સવાર-સાંજ ભોજન લેવા માટે અહીં આવે છે. વિદ્યાર્થીઓ, દવાખાને દરદીની સાથે આવેલાં સગાંસંબંધીઓ, ગામડેથી આવેલા નાના-મોટા વેપારીઓ સહિતના લોકો અહીં શુદ્ધ અને સાત્ત્વિક આહાર માટે આવતા હોય છે. અત્યાર સુધીમાં ૧૩ લાખ લોકોએ આનો લાભ લીધો છે.

Denne historien er fra March 13, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra March 13, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 mins  |
November 18, 2024