રેખાબા સરવૈયા-અભિજ્ઞા.
મનમાં વિચારનો દોરો, હાથમાં છે કલમની સોય અને સામે છે ફરફરતું – સંજોગોનું સાવ પાતળું પોત! ને એના પર જીવતરનું રંગીન ભરતકામ કરવાની હિંમતનું નામ એટલે સ્ત્રી..
એક મહિલાની સંવેદનાને સમજવા લેખિકાએ શબ્દોના સાથિયા કંઈક આ રીતે સજાવ્યા છે. એવું કહેવાય છે કે સ્ત્રી માતૃત્વ ન પામે ત્યાં સુધી અધૂરી છે અને એના માટે એણે લગ્નસંસ્કારના સામાજિક રિવાજને સ્વીકારવો પડે છે. આજે જો કે ઘણી મહિલા ક્રાંતિકારી વિચારોથી માતૃત્વનું સુખ પામી રહી છે. મહિલા દિનના અવસરે એક એવી મહિલાની વાત કરવી છે, જે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે, પરંતુ જે સમાજમાં આજે પણ ઓજલપ્રથા જોવા મળે છે એ ક્ષત્રિય સમાજમાંથી આ મહિલા આવે છે, છતાં ચોંકાવનારું પગલું ભરીને એમણે યુવા પેઢીમાં કુતૂહલ ઉત્પન્ન કર્યું છે.
ખોળાનો ખૂંદનાર દે જો રન્નાદે.. સંતાનસુખ માટે મહિલા પથ્થર એટલા દેવ પૂજે એ સમયનો પ્રવાહ હવે બદલાયો છે. ટેક્નોલૉજીના યુગમાં નિઃસંતાન દંપતી સ્ત્રીરોગ નિષ્ણાતો પાસે જઈને સંતાન મેળવવા અનેક વિકલ્પોનો સહારો લઈ શકે છે, પરંતુ અહીં જે મહિલાની વાત છે એમણે લગ્ન નહીં કરીને સ્વમાનભેર માતૃત્વ પ્રાપ્ત કર્યું છે અને જાહેર જીવનમાં સિંગલ મધરના સ્ટેટસ સાથે એક દસકાથી વધુ સમય ગૌરવ સાથે વિતાવ્યો છે.
આ મહિલાનું નામ છે રેખાબા સરવૈયા, જે અત્યારે પોરબંદરનાં એડિશનલ કલેક્ટર તરીકે કાર્યરત છે. GAS (ગુજરાત ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ) કૅડરનાં ઉચ્ચ અધિકારી હોવા ઉપરાંત રેખાબા સારાં લેખિકા, કવયિત્રી, પ્રખર વક્તા, રેડિયો ઉદ્ઘોષક, અભ્યાસુ જ્યોતિષી અને પ્રકૃતિપ્રેમી પણ છે અર્થાત્ બહુમુખી પ્રતિભાનાં માલિક છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલું છત્રાસા ગામ એમનું વતન. નાનાએવા ગામમાં ઉછેર છતાં અનેક સંઘર્ષો વચ્ચે એ વિજ્ઞાનમાં અનુસ્નાતક બન્યાં. યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા પછી જર્નાલિઝમની ડિગ્રી પણ પહેલા ક્રમ સાથે મેળવી. જો કે જીવનમાં એમણે ઊંડા આઘાત ખૂબ સહન કર્યા, પણ કપરા સંજોગોએ જ એમને મનથી મજબૂત બનાવ્યાં છે.
Denne historien er fra March 13, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 13, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.