રાતના નવ વાગવા આવ્યા છે. સિંહ-દીપડાનો રા ભય ઝળંબતો હોય એવા વિસ્તારનાં ગામોમાં સામાન્ય રીતે આવા સમયે સન્નાટો થઈ જતો હોય. લોકો સાંજ પડતાંની સાથે જ ઘરમાં ઘૂસી ગયા હોય. સાવજનો સામનો કરવા કરતાં ખોરડામાં થોડી સલામતી તો ખરી.
જો કે અમરેલી જિલ્લામાં ડુંગરાની વચ્ચે આવેલા મિતિયાળા ગામમાં માહોલ કંઈક જુદો જ છે.
ભૂકંપના હળવા પણ એકધારા આંચકાથી મિતિયાળા જેવા ગામમાં ઘરની દીવાલોમાં તિરાડ પડી છે તો ક્યાંક દીવાલ જ આખી ધસી પડી છે. મોટા ભાગના પરિવારોનું રસોડું ઘરની બહાર ચાલે છે અને લોકો રાત્રે સૂવે છે પણ ઘરની બહાર.
કાચાં મકાનો અને ઝૂંપડાંમાં ઢબૂરાઈ જવાને બદલે મહિલા અને બાળકો સહિત મોટા ભાગના રહેવાસીઓ હજી શેરીઓમાં દેખાય છે. ઘોડિયાંખાટલા પણ શેરીમાં ગોઠવેલાં નજરે પડે છે. અમુક લોકો સૂઈ ગયા છે તો બીજા કેટલાક રાતે ટોળે મળીને વાત કરી રહ્યા છે. જાણે આખી રાત ઘરની બહાર વિતાવવાના હોય. સુસવાટા મારતા પવનની વચ્ચે અમુક પુરુષો તાપણાં ફરતે બેઠા છે.
ગામની દરેક શેરીમાં મોડી રાત સુધી આ જ દૃશ્ય. કોઈ ઘરમાં જવાનું નામ જ ન લે. કોઈને ઘર વિશે પૂછીએ તો ચહેરા પર ભયનો ઓછાયો ડોકાઈ જાય.
મિતિયાળા ગામમાં ડરનો આવો માહોલ એક-બે દિવસથી નથી, પણ છેલ્લા દોઢેક મહિનાથી ગામના લોકો આવી વેદના સાથે દિવસો પસાર કરી રહ્યા છે.. અને આવી હાલત પણ માત્ર મિતિયાળા ગામની નથી, આ પંથકના આસપાસનાં પંદરથી ૨૦ ગામના લોકો ભયથી ફફડી રહ્યા છે.
એમનો ડર સ્વાભાવિક પણ છે. છેલ્લાં બે વર્ષમાં અહીં ધરતીકંપના ૪૦૦ જેટલા આંચકા નોંધાયા છે. એમાં પણ જાન્યુઆરીથી એટલે કે આ વર્ષની શરૂઆતથી ભૂકંપની તીવ્રતા વધી ગઈ છે. અમુક ઘરમાં તિરાડ પણ પડી ગઈ છે. રખે રાતવરતના એક મોટો આંચકો આવે ને.. તો? એ ડરે આખા વિસ્તારના લોકો ફરજિયાત ઘરની બહાર જ રહે છે. રાત્રે તો ખાસ. આમ તો જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ. રાત વચાળે આજુબાજુનાં જંગલમાંથી કોઈ રાની પશુ આવી ચડવાનો ડર તો બીજી બાજુ ધરતી ધ્રૂજી ઊઠવાનો ભય!
Denne historien er fra March 20, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 20, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.