કાચું કપાય ત્યારે કેમ બધા ઊંઘતા ઝડપાય છે?
Chitralekha Gujarati|April 03, 2023
મોટી આર્થિક કટોકટી ઊભી થાય ત્યારે રૅટિંગ એજન્સીઓથી લઈ રેગ્યુલેટર સુધી સામે આંગળી ચીંધવામાં આવે તો પણ એમની કામગીરીની કે કાર્યક્ષમતાની ઝાઝી ચર્ચા થતી નથી. અત્યારે વૈશ્વિક સ્તરે નાણાકીય સંસ્થાઓનાં ઉઠમણાંની વાત ચાલી રહી છે. જો કે ભારતીય બૅન્કિંગ સિસ્ટમ પર એની અસરની શક્યતા નહીંવત્ છે. લાગે છે કે આર્થિક નિયમનોની બાબતમાં હવે વિકસિત દેશોએ ભારત પાસેથી શીખવાની જરૂર છે.
જયેશ ચિતલિયા
કાચું કપાય ત્યારે કેમ બધા ઊંઘતા ઝડપાય છે?

સિલિકોન વૅલી બૅન્ક જેવી ધરખમ ગણાતી નાણાકીય સંસ્થા નાદારી ફૂંકવાને આરે આવી જાય ત્યાં સુધી કોઈને ગંધ કેમ ન આવે?

આપણા દેશમાં હોય કે ગ્લોબલ સ્તરે, કોઈ બૅન્ક, કંપની કે નાણાસંસ્થાનું ઉઠમણું થાય ત્યારે એ ઉઠમણાનાં કદ-સ્વરૂપને આધારે એની શું અસર થશે એ ચર્ચા બધે થાય, પરંતુ ઉઠમણાની નોબત આવી જાય ત્યાં સુધી નિયમન સંસ્થાઓ, રૅટિંગ એજન્સીઓ, રિસર્ચ કંપનીઓ અને વિશ્વની ટોચની એકાઉન્ટિંગ-ઑડિટ કંપનીઓ શું કરતી હોય છે એ સવાલની ચર્ચા ભાગ્યે જ થાય છે. આવી ચર્ચા થાય તો પણ તેને ઢાંકી દેવામાં કે પછી બીજે ફંટાવી દેવામાં આવે છે. આવા દાખલા અનેક છે.

સત્યમ કમ્પ્યુટર, માધવપુરા મર્કેન્ટાઈલ બૅન્ક (કેતન પારેખ), સ્ટેટ બૅન્ક સહિત વિવિધ બૅન્કો (સિક્યોરિટીઝ કૅમ-બિગ બુલ હર્ષદ મહેતા), મેહુલ ચોક્સી, નીરવ મોદી, વિજય માલ્યા, આઈએલએફએસ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ ઍન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિસ), ગ્લોબલ ટ્રસ્ટ બૅન્ક, યેસ બૅન્ક, વગેરે બૅન્કો, કંપનીઓ, ઉદ્યોગપતિઓની ક્રાઇસિસ સમયે શું બધું અચાનક થયું? નહીં, સંભવ જ નથી.

જેમ બાળક સ્ત્રીના ગર્ભમાંથી જન્મ લે એ પહેલાં એ સ્ત્રી ઘણી પીડામાંથી પસાર થતી હોય છે તેમ કોઈ કંપની કે બૅન્ક ઉઠમણું કરે એ પહેલાં ઘણી સમસ્યામાંથી પસાર થતી જ હોય છે. હા, એ સમસ્યા કોઈની સામે ન આવવા દેવાય કે છુપાવી રાખવામાં આવે અથવા દાબી રાખવામાં આવે એ જુદી વાત છે, પરંતુ આવી સમસ્યાથી કંપની કે બૅન્કના ટોચના વ્યવસ્થાપકો, એકાઉન્ટિંગ-ઑડિટ કંપની, કંપનીઓને ધિરાણ આપનાર બૅન્કો સાવ અજાણ હોઈ શકે નહીં. ઘણી વાર તો આ બધી હસ્તીઓ સત્યને સંયુક્ત રીતે ઢાંકી રાખવામાં સામેલ રહી જનતાને ગેરમાર્ગે દોરે છે. કંપનીનું અને બૅન્કનું ગવર્નિંગ બોર્ડ પણ મૌન ધારણ કરી લેતું હોય છે. નિયમન સંસ્થા સુધી વાત ન પહોંચે એવી વ્યવસ્થા પણ કરી લેવામાં આવે છે.

ચેતતો નર સદા સુખી.. તમારી મૂડી સલામત રહે એ માટે સતર્ક રહો.

Denne historien er fra April 03, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra April 03, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 mins  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024