હવે પુસ્તકો નથી લખવાં. ઊધઈ માટે પુસ્તકો છપાવીને શું કામ? ઈ-બુક બનાવવાની છું. નામ સંબંધોનું સંગઠન રાખ્યું છે. રેકૉર્ડિંગ આજે કરવાનું છે.’
શરીરની વય ૭૬ વર્ષ, પરંતુ નિરંતર કશુંક નવું કરવા અને પોતાની પાસે જે છે એ સતત બીજાને આપવાના તરવરાટ સાથે સદા યુવા એવાં ડૉ. રક્ષાબહેન દવે બોલતાં જાય છે અને એક ટેબલ, બોર્ડ અને યુટ્યૂબ માટે વિડિયો ઉતારવા માટે ગોઠવેલું નાનુંએવું સેટઅપ બતાવતાં જાય છે.
નિવૃત્તિ એ નિવૃત્તિ નથી, પરંતુ નિજાનંદ સાથેની મનગમતી પ્રવૃત્તિ કરવાનો અને પોતાની પાસે જે છે તે વહેંચવાનો ઉપક્રમ છે. મુંબઈની એસએનડીટી યુનિવર્સિટીના સમગ્ર ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ અને ભાવનગરની એસએનડીટી મહિલા કૉલેજનાં નિવૃત્ત પ્રાધ્યાપક ડૉ. રક્ષાબહેન પ્ર. દવેને જોઈએ ત્યારે આ વાત સાકાર થતી લાગે.
ગુજરાતી સાહિત્ય, અધ્યાત્મ કે પછી બાળકેળવણીમાં થોડો પણ રસ ધરાવનારા લોકો રક્ષાબહેન દવેના નામથી સહેજે અજાણ નથી. ૧૯૭૯માં એમણે પ્રથમ પુસ્તક રૂપે કાવ્યસંગ્રહ સૂરજમુખી આપ્યો અને ૨૦૨૩માં પોતાનું
૮૦મું પુસ્તક આ વિદુષીએ આપ્યું. આટલાં પુસ્તકો અને ૨૦૦૦થી વધુ પ્રવચન આપી ચૂકેલાં રક્ષાબહેન હવે યુટ્યૂબના માધ્યમથી જ્ઞાનયાત્રાને આગળ વધારી રહ્યાં છે.
કેવી રહી આ યાત્રા?
ખાદીની સફેદ સાડીમાં સજ્જ અને ચહેરા પર પૂર્ણ સંતોષ ધરાવતાં રક્ષાબહેન કહે છેઃ ‘ખૂબ ખૂબ મજા પડે છે. આ યાત્રાનો આરંભ મારા વડદાદા (ભવાનીશંકર દવે)એ કર્યો હતો. હું તો એને આગળ વધારી રહી છું. દાદા જયકૃષ્ણ દવે, મારા પિતા પ્રહ્લાદ દવે અને પછી હું, આમ સાહિત્યની યાત્રા ચાલી રહી છે.'
રક્ષાબહેનને ચિત્રકળાનો પણ શોખ એટલે ફૂલ-ડાળી કે પાંદડાંમાંથી બનાવેલી મોરની કળાકૃતિ હોય કે ચોતરફ પુસ્તકો અને એ સાચવવાના કબાટના દરવાજા પર પણ ભાગવતના શ્લોક.. આ છે એમનો અસબાબ.
Denne historien er fra April 10, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 10, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.