૧૯ માર્ચનો દિવસ અમદાવાદીઓને યાદ હશે. ત્રણ વર્ષ પહેલાં આ દિવસે કોરોનાનો પહેલો કેસ અમદાવાદમાં નોંધાયો. પછી તો કોરોના-સંક્રમણના લીધે અમદાવાદ હૉટ સ્પૉટ બન્યું અને કોરોનાના કેન્દ્રબિંદુ (એપિસેન્ટર) તરીકે કુખ્યાત પણ થયું.
ત્રણ વર્ષ બાદ, ૨૦૨૩ની ૧૯ માર્ચે પણ અમદાવાદમાં કોરોનાના દરદીઓ જોવા મળ્યા. ખાસ તો અગાઉની જેમ આ વખતે પણ કોરોનાએ ગુજરાતમાં અમદાવાદથી એન્ટ્રી કરી. ફેબ્રુઆરીથી શરૂ થયેલા નવેસરના ઉત્પાતથી કેસ ધીરે ધીરે વધી રહ્યા છે. આ લહેરમાં ગુજરાતમાં કોરોનાના ૩૭૯૦ ઍક્ટિવ કેસ નોંધાયા, જેમાંના અમુકે હૉસ્પિટલમાં સારવાર લીધી, અમુક હોમ-આઈસોલેશનમાં રહ્યા તો સાત દરદીનાં મૃત્યુ થયાં.
ત્રણ વર્ષ પહેલાં અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હતા ત્યારે કોરોના-સંક્રમણ અટકાવવા શહેરના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટને મહત્ત્વ આપ્યું હતું, પરંતુ અમુક લોકોએ કોરોનાના કેસ વધવાની ભીતિ દર્શાવીને એનો વિરોધ કર્યો.
હવે કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે ફરીથી ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટને અમલમાં મૂકી કોવિડના કેસ કે શંકાસ્પદ લક્ષણ ધરાવતી વ્યક્તિઓ માટે વહેલું નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા ગોઠવી છે. આ ઉપરાંત, કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સ સક્રિય બનાવીને બેઠકો શરૂ કરી છે.
પાણી પહેલાં પાળઃ અગાઉના અનુભવના આધારે આ વખતે ગુજરાત-મહારાષ્ટ્ર સહિતની સરકારે કોરોનાના દરદીઓ માટે અલાયદા વૉર્ડની જોાવાઈ કરવા માંડી છે તો કોવિડ પ્રતિરોધક રસીકરણની ઝુંબેશ પણ નવેસરથી શરૂ થશે.
Denne historien er fra April 17, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 17, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.