ગરમ હવા કા પહેલા ઝોકા
બદલ રહા હૈ મૌસમ સારા
તપતા સા હૈ હર નઝારા..
દાયકા પહેલાંની ટીવીની જાહેરાતોમાં ઉનાળાની પ્રોડક્ટ્સ વેચવા માટે કાળઝાળ ગરમીનાં જે ગીતો ગવાયાં એ હવે સાક્ષાત્ ખરાં ઊતરી રહ્યાં છે. એ વખતની એક જાહેરાતમાં તો માથે તપતા સૂરજદાદા માણસોના માથામાં સ્ટ્રો ડૂબાડીને મજાના ઘૂંટડા ભરતા દર્શાવેલા. દીઠી એવી જ અનુભૂતિ આજે ભારતના અનેક વિસ્તારોમાં લોકોને થઈ રહી છે.
આ અનુભૂતિ હાઈ જમ્પના રેકૉર્ડ તોડતો અને ફાટફાટ થતો ગરમીના પારાએ કરાવી છે. ચાલુ વર્ષે ભારતે ૧૨૩ વર્ષમાં સૌથી ગરમ ફેબ્રુઆરી મહિનો જોયો. આંકડા જોઈએ તો ૧૯૦૧થી અત્યાર સુધીના ઈતિહાસમાં ભારતમાં ફેબ્રુઆરી મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન (૨૯.૫ ડિગ્રી સેલ્સિયસ) ૨૦૨૩ના ફેબ્રુઆરીમાં નોંધાયું. ફેબ્રુઆરીમાં રોજિંદા સરેરાશ તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ જોવા મળ્યો છે.
મુંબઈમાં તો ફેબ્રુઆરીની મધ્યમાં ભરબપોરનું તાપમાન ૩૭.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચેલું. ૩૧ ડિગ્રીની એવરેજ સામે ૩૭.૩ ડિગ્રી તાપમાને અરેરાટી પ્રસરાવી. આટલી ગરમી જો કે અપેક્ષિત હતી, કેમ કે મુંબઈમાં આ વર્ષે શિયાળો મજાક સમાન રહ્યો હતો, માત્ર દસથી બાર દિવસ જ થોડી ટાઢ પડેલી.
અહીં જાણી લો કે મેદાની વિસ્તારોનું તાપમાન સરેરાશ કરતાં પાંચ ડિગ્રી વધુ નોંધાય કે પછી ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર જાય તો હીટ વેવ કે ગરમીની લહેર જાહેર કરવામાં આવે છે. પર્વતીય ક્ષેત્રો માટે એ આંકડા અનુક્રમે પાંચ ડિગ્રી અને ૩૫ ડિગ્રી તો સમુદ્ર તટના વિસ્તારો માટે પાંચ ડિગ્રી અને ૩૭ ડિગ્રી સેલ્સિયસ છે.
હીટ વેવમાં મોટે ભાગે ધરતીથી પર હાઈ પ્રેશર ડેવલપ થાય છે, જેના કારણે ગરમી સપાટી પાસે ટ્રૅપ થઈ જાય છે. બહારનો પવન અંદર આવી શકતો નથી અને અંદરની હવા બહાર નીકળી શકતી નથી એટલે જે વિસ્તારમાં હીટ વેવ હોય ત્યાં બધા ભઠ્ઠી જેવી ગરમીથી શેકાય છે.
થોડા સમય પહેલાં હવામાન વિભાગે પશ્ચિમ ભારતમાં આ વર્ષની પહેલી ભારે હીટ વેવ માટેની એલર્ટ જાહેર કરી હતી. જો કે પછીથી વાતાવરણે પલટો મારતાં કહો કે પરિસ્થિતિમાં સુધારો આવતાં એ એલર્ટ પાછી ખેંચી હતી, પણ એપ્રિલ-મેની આગાહીમાં તો રાતનું સરેરાશ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાનું અનુમાન છે.
Denne historien er fra April 24, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 24, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.