મૂળ તો આ દેશ જ કંગાળ. દુનિયાના સૌથી ગરીબડા દેશોની યાદીમાં એનું નામ આવે એશિયા-આફ્રિકાનાં અનેક રાષ્ટ્રોની જેમ અંગ્રેજોએ આ દેશનેય લૂંટ્યો હતો. પછી ઈજિપ્તે પણ એમાં મોટું માર્યું. એ બેની ચુંગાલમાંથી છૂટ્યા પછી આઝાદ સુદાનને જે શાસક મળ્યા એણે પણ એ જ કામ કર્યું.
બાકી હતું તે, હમણાં દેશને લૂંટવામાં ભાગીદાર બનેલા બે લશ્કરી અધિકારીઓ અંદરોઅંદર બાધી રહ્યા છે અને એમાં આખા દેશનો ખો નીકળી રહ્યો છે. ઉત્તર-પૂર્વ આફ્રિકાના દેશ સુદાનમાં અત્યારે જે આંતરવિગ્રહ ચાલી રહ્યો છે એનું અતિ સંક્ષિપ્ત વર્ણન આપવું હોય તો આમ કહી શકાય.
દેશનું રક્ષણ કરવાને બદલે સૈન્યના બે હિસ્સા સામસામે લડે એમાં પ્રજાનો તો મરો જ થવાનો ને.. સુદાનની સડકોની આ છે હાલત.
છેલ્લા બાર-તેર દિવસથી અચાનક આ દેશ છાપે ચડ્યો છે. ગયા વર્ષે રશિયાએ એના પડોશી યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે આપણે ત્યાં ઘણા લોકોને એ દેશના અસ્તિત્વની જાણ થઈ હતી. સુદાનનું પણ એવું જ થયું છે. પિરામિડનું નામ પડે એટલે બધાને ઈજિપ્ત યાદ આવે. હકીકત એ છે કે ઈજિપ્ત કરતાં વધુ પિરામિડ સુદાનમાં છે. દુનિયાની સૌથી લાંબી નદી તરીકે આપણે નાઈલનું નામ લઈએ ત્યારે આપણી આંખ સામે ઈજિપ્ત જ આવે. હકીકત એ છે આ નાઈલ નદી પણ સુદાનમાંથી થઈને જ ઈજિપ્તમાં પ્રવેશે છે. એમાંય દાનમાં તો બ્લ્યુ નાઈલ અને વ્હાઈટ નાઈલ એમ બે નદી વહે છે. આ બે નાઈલનો સંગમ સુદાનમાં થાય છે અને ત્યાંથી એક થઈને એ ઈજિપ્ત તરફ આગળ વધે છે. સમગ્ર આફ્રિકા ખંડનો સર્વ પ્રથમ નૅશનલ પાર્ક સુદાનમાં જ છે.
સુદાનનો ઈતિહાસ આવી ઘણી રસપ્રદ માહિતીથી ભર્યો છે. જો કે આપણે ત્યાં બહુ ઓછા લોકોને સુદાન વિશે ઝાઝી જાણકારી હશે.
આપસી લડતમાં સૈનિકોએ ઍરપોર્ટ પરનાં વિમાનોનેય નુકસાન પહોંચાડ્યું એમાં દેશ છોડી જવા માતા લોકો સલવાઈ ગયા.
Denne historien er fra May 08, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 08, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.