ગીતાબહેનને ટેન્શન.. ટેન્શન થઈ ગયું. ગીતાને કાંઈ કરતાં કાંઈ ને કે’વાનું એવું શાંતિલાલભાઈનું નમ્ર સૂચન હોવા છતાંય મુકેશભાઈથી કહેવાઈ ગયું: ‘ગીતા, હવે તો તું ડ્રેસિંગ ટેબલના આવડા મોટા અરીસામાંય નથી સમાતી. કાં'ક કર, નહીં તો ઘરનાં બધાં બારણાં મોટાં કરાવવાં પડશે.’
‘લ્યો બોલો, મને આવું સીધેસીધું સંભળાવતાં શરમાતા નથી અને મંજુડી દેખાય ત્યાં તો લળી લળીને વાતો કરતાં આંખો આડી થઈ જાય છે.' હોરિઝોન્ટલ દિશામાં ફેલાતાં ગીતાબહેનને મુકેશભાઈનું વર્ટિકલ વિધાન સાંભળી વાંકું તો પડ્યું, પણ પછી ચિંતામાં ને ચિંતામાં રાતની નીંદર વેરણ થઈ ગઈ.
બીજા દિવસે ગીતાબહેનને એમની બહેનપણી વિભા શાક બજારમાં મળી ગઈ.
‘શું વાત છે વિભુડી, તેં તો બહુ વજન ઘટાડી દીધું ને કાંઈ.’ વિભાને જોઈ ગીતાબહેન આભા થઈ ગયાં. પાકેલી દૂધી જેવી હતી એ વિભાને કૂણી કાકડી જેવી થઈ ગયેલી જોઈ ગીતાબહેન પીળા પડી ગયાં.
‘હાસ્તો. મેં જિમ જોઈન કર્યું છે. હાઈલ્લા.. જો ને, છ મહિનામાં બાર કિલોમીટર ઉતાર્યું. ઈચ્છા હોય તો તું પણ જોઈન કર. પછી જો કમાલ.’
વિભા શાળામાં હતી ત્યારથી કિલોગ્રામ અને કિલોમીટર વચ્ચેના ભેદ પારખવામાં થાપ ખાઈ જતીઃ કિલો એટલે કિલો વળી.
ગીતાબહેન જોઈ જ રહ્યાં: ‘એટલે બાર કિલોમીટર ચાલવાનું?’
‘હાઈલ્લા, ઉતારવાનું.’
કઈ સ્ત્રીને સુડોળ દેખાવાની ઈચ્છા ન હોય? એમાંય બહેનપણીને પાતળી થયેલી જોઈને ગીતાબહેનનેય શૂરાતન ચડ્યું.
‘એમ?’ ગીતાબહેનને બહેનપણીની વાત સટ કરતી ગળા હેઠળ ઊતરી ગઈઃ ‘ભલા, એ ઉતારે તો હું કેમ નહીં.’ વિચારીને શરીર પર જામેલી ચરબી ઉતારવા ગીતાબહેન ઘર નજીકના જ એક મકાનના બીજા માળે આવેલા બૉડી ઈન શેપ જિમનાં પગથિયાં ચઢી ગયાં. જિમ જોઈન કરવાના ભગીરથ કાર્યમાં બહેનપણીનો સંગાથ હતો. કસરત કરવામાં કંપની હોય તો ઓર મજા આવે. સખીઓ સાથે રસપૂર્વક વાતોના વડા કરવાથી પગે ચડેલા ગોટલા પણ ભલી જવાય.
આશીની મદદથી બીજે દિવસે જિમમાં પહેરવાનાં ખાસ વસ્ત્રો એટલે કે ટી-શર્ટ તેમ જ સ્ટ્રેચેબલ ટાઈટ્સની ખરીદી પણ થઈ ગઈ. નવી ખરીદેલી ડફલબૅગમાં કાંસકો, નૅપકીન, બૉડીસ્પ્રે, પાણીની બૉટલ મૂકી, પગમાં નવાંનક્કોર સ્નીકર્સ ચઢાવીને ગીતાબહેન વજન ઘટાડવાનું મહાકર્મ આચરવા સુસજ્જ થઈ ગયાં.
Denne historien er fra May 08, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 08, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.