૨૦૦૨માં આંખે ફિલ્મથી ડિરેક્શનમાં ઝંપલાવનારા વિપુલ અમૃતલાલ શાહનું છેલ્લું સર્જન હતું વેગળા વિષયની વેબ-સિરીઝ હ્યુમન. હવે ધ કેરલા સ્ટોરીથી એમણે ફિલ્મસર્જનના સાવ જુદા જ પ્રાંતમાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મના ક્રિયેટિવ ડિરેક્ટર-પ્રોડ્યુસર વિપુલ શાહ ચિત્રલેખાને આપેલી આ ખાસ મુલાકાતમાં કહે છેઃ ‘અમુક લોકો ઈચ્છે છે કે આ પ્રકરણ બહાર ન આવે. જો એમ થાય તો આ સ્કેમનો ભોગ બનેલી યુવતીઓ સાથે મોટો અન્યાય થશે.’
ચિત્રલેખાઃ આખી વાતની શરૂઆત કેવી રીતે થઈ?
વિપુલ શાહઃ આજથી ત્રણ-સાડા ત્રણ વર્ષ પહેલાં સુદીપ્તો સેન આ સબ્જેક્ટ લઈને આવેલા. સબ્જેક્ટ સાંભળીને તથા આ છોકરીઓની વ્યથા, એમની પીડા અનુભવીને મારું હૃદય દ્રવી ઊઠ્યું. ફાઈલ બંધ કરી ત્યારે મારી આંખમાં પાણી હતાં. મને થયું કે મારે આ વિષય પર ફિલ્મ બનાવવી જ જોઈએ. તરત અમે રિસર્ચ શરૂ કર્યું. કેરળમાં અમે ધર્માંતરણનો, ક્રૂરતાનો ભોગ બનેલી યુવતીઓના, એમનાં માતા-પિતા, જે મળ્યા એમના વિડિયો ઇન્ટરવ્યૂ કર્યા.
સુદીપ્તો સેનના દિમાગમાં આવેલા એક વિચારથી એને નક્કર સ્વરૂપ આપવાના પ્રવાસ વિશે કહેશો?
લગભગ ૧૦૦થી વધારે યુવતીને અમે મળ્યા, એમાંથી મોટા ભાગની ધર્મપરિવર્તનનો શિકાર બનેલી હતી, જે હવે હિંદુ ધર્મમાં પાછી આવી છે. કેવી રીતે એમને ટ્રૅપમાં લેવામાં આવે છે, લગ્ન અને ધર્મપરિવર્તન કરાવ્યા બાદ કટ્ટરવાદીઓનું
અંતિમ લક્ષ્ય શું હોય છે, વગેરે હકીક્ત એમનાં મોઢેથી સાંભળીને અમારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. બધી વિગત તથા વિડિયો વાતચીતના આધારે અમે કથા-પટકથા લખવા બેઠા, જેમાં લગભગ વરસ લાગી ગયું.. એટલે લગભગ ત્રણ-સાડા ત્રણ વર્ષનો પ્રવાસ રહ્યો.
શરૂઆત ક્યાંથી, કેવી રીતે કરી?
Denne historien er fra May 15, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 15, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.