જો અક્ષય, આપણા પરિવારમાં બહુ બધા ફોજી છે, આપણે ઘણી દેશસેવા કરી લીધી. તારામાં આવડત ને બુદ્ધિનો ઢગલો છે. જે ધારીશ એ બની શકીશ, પણ ફોજની જીદ મુકી દે.
અક્ષયે જીદ ન મૂકી. નૅશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ)ની લેખિત પરીક્ષા પાસ કરી. સર્વિસ સિલેક્શન બોર્ડ (એસએસબી)ના ઈન્ટરવ્યૂની રાહ જોતો હતો. એ દરમિયાન એન્જિનિયરિંગની પ્રવેશપરીક્ષા પણ ઉત્તીર્ણ કરી. મમ્મીએ ફરી ફોસલાવ્યો કે કૉલેજમાં સીટ તો લઈ લે, એસએસબીમાં પાસ ન થવાય તો એન્જિનિયરિંગ તો થઈ શકે.
એસએસબીમાં ૧૦૦ ટકા પાસ થઈશ..’ એમ કહીને અક્ષયે એન્જિનિયરિંગમાં પ્રવેશ ન લીધો. એસએસબી ક્લિયર કરીને નૅશનલ ડિફેન્સ એકેડેમી જોઈન કરી. પાસિંગ આઉટ પરેડમાં પુત્રને ફોજીના યુનિફૉર્મમાં જોઈને એના પિતા વિંગ કમાન્ડર ગિરીશ કુમાર તથા માતા મેઘના ગિરીશની છાતી ગજ ગજ ફૂલી ગઈ.
નવ વર્ષ બાદ ૨૯ નવેમ્બર, ૨૦૧૬નો એ ગોઝારો દિવસ..
જમ્મુ-કશ્મીરના નગરોટાના આર્ટિલરી યુનિટમાં ચાર સૈનિકોને માર્યા બાદ આતંકીઓએ બે રેસિડેન્શિયલ મકાનનો કબજો લીધેલો. મેજર અક્ષય ગિરીશને ક્વિક રિસ્પોન્સ ટીમની આગેવાની લેવાનો ઑર્ડર મળ્યો. આતંકીઓ એક પણ નિર્દોષનો જીવ ન લે એ હેતુ હતો. ઉંદર-બિલાડીના ખેલમાં અક્ષયની ટીમે કલાકો સુધી ત્રાસવાદીઓને વ્યસ્ત રાખ્યા. છેવટે આ મૂઠભેડમાં ત્રણ આતંકી માર્યા ગયા, પરંતુ મરણિયા થઈને એમણે ફેંકેલી ગ્રેનેડના વિસ્ફોટને કારણે મેજર અક્ષય પણ વીરગતિ પામ્યા.
પુત્રની શહીદીનાં છ વર્ષ પછી પણ મેઘના ગિરીશ ગળગળા સ્વરે પ્રિયદર્શિનીને કહે છે:
‘અક્ષય આઠમા ધોરણથી જ બેંગલુરુસ્થિત રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલમાં ભણવા ચાલ્યો ગયો હતો સૈનિક સ્કૂલમાં ઍડ્મિશન મેળવવું અઘરું હોય છે, પણ મારા દીકરાએ પ્રવેશપરીક્ષા સહેલાઈથી પાસ કરી હતી. એમ તો એનડીએમાં જોડાયા પછી મિલિટરીમાં નવ વર્ષની કરિયરમાં પણ એનો દરેક પરફોર્મન્સ આલ્ફા કે ઈન્સ્ટ્રક્ટર લેવલનો રહ્યો, જે ઘણો પ્રભાવશાળી કહેવાય. એનડીએમાં જ એણે ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગની ડિગ્રી લીધી એટલે એની નિમણૂક એન્જિનિયરિંગ બ્રાન્ચમાં થયેલી, પણ દેશ માટે બલિદાન આપવાનો અવસર આવ્યો ત્યારે એ પાછો પડ્યો નહીં.’
Denne historien er fra May 22, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 22, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.