૧૯૮૦ના દાયકાની ઘટના. ફિજીની એક હોટેલ દ્વારા ગ્રીન ઈનિશિયેટિવના એટલે કે અમને પર્યાવરણની કેટલી કાળજી છે એવા દાવા કરવામાં આવ્યા ને જોતજોતાંમાં હોટેલ વિખ્યાત બની ગઈ. વેસ્ટરવેલ્ડ નામના એક પ્રકૃતિવિદપર્યાવરણપ્રેમી ભાઈએ આવા દાવાથી પ્રભાવિત થઈ હોટેલની મુલાકાત લીધી. ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડી કે આ કથિત ગ્રીન ઈનિશિયેટિવનો ફાયદો માત્ર હોટેલમાલિકને થતો હતો, કારણ કે હોટેલ ગ્રાહકોને વિનંતી કરી રહી હતી કે હોટેલ દ્વારા આપવામાં આવતાં ટુવાલ, નૅપ્કિન, વગેરે રોજેરોજ ધોવા આપવાને બદલે એ જ ટુવાલ બીજે દિવસે ફરી વાપરોઃ પાણી બચાવો, પૃથ્વીને બચાવો, વગેરે. અમુક ભોળા ગ્રાહકો આવું કરવા પણ લાગ્યા હતા. પાણી, પૃથ્વીની તો ખબર નહીં, પણ હોટેલનો રોજના સેંકડો ટુવાલ-નૅપ્કિન ધોવાનો ખર્ચ બચી જતો!
આ જોઈને વેસ્ટરવેલ્ડભાઈએ એક શબ્દસંજ્ઞા પ્રચલિત કરીઃ ગ્રીન વૉશિંગ. જેમ કાળાં કામને ધોળાં કરવા માટે વ્હાઈટ વૉશ શબ્દ વપરાય અથવા કોઈના વિચાર બદલવા બ્રેન વૉશિંગ વપરાય છે એમ નફા આધારિત પ્રવૃત્તિ પર લીલું લેબલ લગાડવામાં આવે એ ગ્રીન વૉશિંગ!
અત્યારે તો વિશ્વભરમાં પર્યાવરણ જાગૃતિના પ્રભાવને લીધે મોટી મોટી કંપનીએ એમની પ્રોડક્ટ્સ અને પ્રોડક્શન-ઑપરેશનને સસ્ટેનેબલ, ઝીરો કરવાં પડે છે. કાર્બન ઉત્સર્જન (ઈમિશન) કેવી રીતે બનાવવાં એ માટે ઘણી જાહેરાતો-આયોજનો આને લીધે કંપનીઓ એકબીજાથી આગળ નીકળવા પોતે વધારે ગ્રીન એટલે કે પર્યાવરણપ્રેમી હોવાના દાવા કરવા લાગી છે. એટલું જ નહીં, જેમ ઍડ્વર્ટાઈઝંઝંગમાં મોટી મોટી કંપનીઓ કહેતા ભી દીવાના, સૂનતા ભી દીવાનાની જેમ પુરાવા વગર પોતાની પ્રોડક્ટ શ્રેષ્ઠ હોવાની પિપૂડી વગાડે એ જ રીતે હવે કેટલીક કંપની નક્કર પુરાવા વગર પોતાની પ્રોડક્ટ ગ્રીન હોવાના અને એ પ્રોડક્ટ વાપરવાથી પ્રકૃતિનું રક્ષણ થશે એવા દાવા કરવા લાગી છે. પછી ભલે પ્રોડક્ટથી પ્રકૃતિની રક્ષા તો દૂર, પ્રકૃતિને નુકસાન થતું હોય. પોકળ દાવાની આ છેતરપિંડીને હવે સત્તાવાર રીતે સરકારો પણ ગ્રીન વૉશિંગ તરીકે ઓળખાવી રહી છે અને એ માટે ખાસ નિયમો પણ બનાવી રહી છે.
Denne historien er fra June 12, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 12, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.