જીવસૃષ્ટિનો એ આરંભકાળ હતો. એ વખતે જી પશુ-પક્ષી તેમ જ દેવ-માનવથી માંડીને દૈત્ય-દાનવ, વગેરે અનેક કુળના પિતા તરીકે આરંભ કરનારા પ્રજાપતિ મહર્ષિ કશ્યપે પોતાના થકી શ્રેષ્ઠ સંતતિ પેદા થાય એ માટે એક મહાયજ્ઞ યોજેલો. એ યજ્ઞમાં હોમવા માટેનું લાકડું-સમિધ લાવવાનું કામ ઋષિઓ તેમ જ દેવોએ ઉપાડી લીધેલું. એ સેવાકાર્યમાં જોડાયેલા સ્વયં દેવરાજ ઈન્દ્ર પોતાની ક્ષમતા મુજબ પર્વત જેવડો મોટો સિમધનો ભારો લઈને આવી રહ્યા હતા ત્યારે એમણે અંગૂઠાથી પણ નાના કદના વાલખિલ્ય મુનિઓને ખોબા જેવડા ખાબોચિયામાં પડેલા જોયા. એ મુનિઓ પણ કશ્યપ ઋષિના યજ્ઞના સમિધ રૂપે ખાખરાની નાની ડાળખી સંયુક્ત રીતે ઊંચકીને આવી રહ્યા હતા, પણ કમભાગ્યે ભીની જમીન પર ગાયની ખરીથી પડેલા એક ટચૂકડા ખાડામાં આ વાલખિલ્ય મુનિઓ પડી ગયા, એમાંથી બહાર આવવા મથી રહેલા એ મુનિઓને જોઈને ઈન્દ્રના ચહેરા પર તુચ્છકારભર્યું સ્મિત પ્રગટ્યું.
ઈન્દ્ર તો પછી ત્યાંથી તરત જતા રહ્યા, પરંતુ વાલખિલ્ય મુનિઓને એ અપમાન અત્યંત ખૂંચ્યું. એમણે ઈન્દ્રના અપમાનનો બદલો લેવા માટે પોતાનો એક આગવો યજ્ઞ આરંભ્યો. મોટેમોટેથી મંત્રોચ્ચારો કરીને અને વિધિપૂર્વક યજ્ઞમાં આહુતિ આપીને એમણે પોતાની ઈચ્છા પ્રગટ કરીઃ ‘ઈન્દ્રને ડરાવે એવો એક બીજો ઈન્દ્ર પેદા થાઓ. એ બીજો ઈન્દ્ર એવો હોવો જોઈએ, જે પોતાની ઈચ્છા મુજબ પરાક્રમ કરી શકે, જે ઈચ્છે ત્યાં જઈ શકે, જે ઈચ્છે એવું રૂપ ધારણ કરી શકે, જે વીરત્વમાં સ્વર્ગના ઈન્દ્ર કરતાં સો ગણો વધુ શક્તિશાળી હોય, જેની ગતિ મનની ગતિ જેટલી તેજ હોય..'
વાલખિલ્યોના આવા અનુષ્ઠાન વિશે ઈન્દ્રને સમાચાર મળ્યા. ઈન્દ્ર ગભરાયા. એ કશ્યપ ઋષિને મળ્યા, કારણ કે એ જાણતા હતા કે કશ્યપ ઋષિ તથા વાલખિલ્યો વચ્ચે સ્નેહ અને આદરયુક્ત મજબૂત સંબંધ હતો.
ઈન્દ્રની ચિંતા જાણ્યા બાદ કશ્યપ ઋષિએ એમને સાંત્વન આપ્યું: ‘તમે જાઓ, હું વાલખિલ્યો સાથે વાત કરી લઈશ.’
કશ્યપ ઋષિએ વાલખિલ્યોને મળીને પૂછ્યું: તમે બીજા ઈન્દ્રની ઉત્પત્તિ માટે યજ્ઞ કર્યો છે?’
સત્યવાદી વાલખિલ્યોએ કહ્યું: ‘હા. અમે યજ્ઞ કર્યો છે અને યજ્ઞ પૂરો પણ થઈ ચૂક્યો છે.’
Denne historien er fra June 19, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 19, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.