સ્થળઃ સુંદરવનના જંગલમાં આવેલું કોઈ નાનકડું ગામ.
એક સ્ત્રી હાથમાં કેટલીક સૂકી લાકડીઓ લઈને પોતાના ઘર તરફ જઈ રહી છે. એણે સફેદ સાડી પહેરી છે એટલે એ વિધવા હોવાનું અનુમાન લગાવી શકાય છે. એની પાછળ ઔર એક સ્ત્રી એવો જ પોશાક પહેરીને ચાલી આવતી જોવા મળે છે. એની પાછળ ત્રીજી, પછી ચોથી, પાંચમી..
થોડી વાર ધ્યાનથી જુઓ તો ખબર પડે છે કે આ તો આખું ગામ જ વિધવા સ્ત્રીઓનું છે! હા, આ ગામમાં આશરે ૫૦થી વધુ વિધવા સ્ત્રી રહે છે. આ જગ્યા છે સુંદરવન, જે ટાઈગર રિઝર્વ હોવા સાથે વૈશ્વિક ધરોહરનો દરજ્જો પણ ધરાવે છે. આ જંગલ વિશ્વના સૌથી ખૂનખાર એવા રૉયલ બેંગાલ ટાઈગરનું ઘર છે. એ ઉપરાંત, ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો આ મુખત્રિકોણ પ્રદેશ વિશ્વમાં સૌથી મોટા ડેલ્ટા તરીકે પણ જાણીતો છે. અહીં જોવા મળતા ચેરિયા (મેન્ગ્રોવ્ઝ)ની કેટલીક પ્રજાતિ વિશ્વભરમાં બીજે ક્યાંય જોવા મળતી નથી.
આટઆટલી ઓળખ ધરાવતા આ જંગલની એક અન્ય વિશેષતા એટલે અહીં આવેલાં વિધવા સ્ત્રીઓનાં ગામ.
‘સોહામણા’ શાર્દૂલરાજોના ઘર એવા સુંદરવનમાં ભાગ્યે જ કોઈ કુટુંબ એવું હશે જેમાંથી કોઈ ને કોઈ વાઘનો કોળિયો ન બન્યું હોય.
કોમી હિંસા, શરાબ જેવાં વ્યસન કે બીજા કારણસર મોતના ખપ્પરમાં પુરુષ હોમાઈ જાય ત્યારે એની વિધવા પત્નીની હાલત બહુ કફોડી થતી હોય છે. એવી સ્ત્રીઓની અવદશા સામે જાગૃતિ કેળવવા અઢારેક વર્ષથી સંયુક્ત રાષ્ટ્રસંઘ ૨૩ જૂનનો દિવસ ઈન્ટરનૅશનલ વિડોઝ ડે તરીકે મનાવે છે. આ વિધવા દિન નિમિત્તે વાત કરીએ સુંદરવનના અનોખા ગામ વિશે.
સુંદરવનમાં જ્યાં એક તરફ સમુદ્ર તો બીજી બાજુ સંખ્યાબંધ ટાપુ પર ફેલાયેલાં ઘનઘોર જંગલમાં રહેતી આ વિધવા સ્ત્રીઓને ટાઈગર વિડોઝ ઑફ સુંદરબન કહીને સંબોધવામાં આવે છે (બંગાળીમાં બ્યાઘ્ર બિધોબા), કારણ કે અહીંની દરેક સ્ત્રીના પતિ વાઘનો શિકાર બનીને મૃત્યુ પામ્યા છે!
Denne historien er fra July 03, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 03, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.