નજર પડે ત્યાં સુધી ખેતરો જળબંબાકાર.. હવે આમાં ખેતી ક્યારે શક્ય બનશે?
અમારી પાસે તો કંઈ બોલવા જેવું નથી, બે'ન હવે તો બધુંય રામ જાય અને લિસોટા રહી જાય એવું અમારી સાથે બની ગયું. માંડ માંડ પૈસો–પૈસો ભેગો કરીને ખેતી કરીએ અને આ વરસાદે તો બધુંય લૂંટી લીધું. મારો મીઠુડો (બળદ) ભોગ બન્યો. સરકાર પૈસા આપશે, પણ હજુ તો સરવે હાલે છે, કોણ જાણે ક્યારે પતશે અને અમને મદદ મળશે. મારું તો ઘર પણ પડી ગયું, પરિવાર સાથે ગમે ત્યાં દોડા કરવાનો દા'ડો આવ્યો છે..
આ શબ્દો છે બનાસકાંઠાના કોટડા ગામના પરસોત્તમભાઈ ધનજીના, જેમણે ૧૫-૧૬ જૂન વચ્ચે ત્રાટકેલા બિપરજૉય વાવાઝોડા અને ત્યાર પછીના વરસાદમાં પોતાનું ઘર, ખેતર અને બધું ખોયું છે.
બિપરજૉય વાવાઝોડું સક્રિય થઈ રહ્યું હોવાના વાવડ તો સાત-આઠ જૂનથી આવવા લાગ્યા હતા અને એ ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાનું પણ પછી પાક્કું થઈ ગયું હતું એટલે પ્રશાસનતંત્ર બધી રીતે સજ્જ હતું, છતાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ પર કહેર વરસાવી વાવાઝોડું ઉત્તર ગુજરાતની દિશામાં ફંટાયું, એની સાથે જે વરસાદ પડ્યો એણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાનાં અનેક ગામોનાં ખેતરોને પાણીમાં ગરકાવ કરી દીધાં, કંઈકેટલાંય ઘરને નુકસાન પહોંચાડ્યું અને પશુધનનો ભોગ લીધો.
છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારોમાં પાણીની અછત હોવાથી સિંચાઈ માટે ખેડૂતોએ જળસંચયનો નિર્ણય કર્યો હતો. બનાસકાંઠાના વ્યાપાર કેન્દ્ર સમા ડીસા તાલુકાના પેછડાલ ગામમાં લાખો રૂપિયાના ખર્ચે ૧૩ ખેત તલાવડી બનાવવામાં આવી હતી. સિંચાઈ માટેનું પાણી તો ઠેરનું ઠેર રહ્યું, વાવાઝોડાની અસરથી જે ભારે વરસાદ થયો એમાં આ તલાવડી તૂટી ગઈ. ડીસા ઉપરાંત આસપાસના થરાદ અને ધાનેરા સહિતના અનેક વિસ્તારોમાં ખેતરમાં વસવાટ કરતા લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં, જેથી અનાજ, ઘરવખરી બધું જ ખરાબ થઈ ગયું.
Denne historien er fra July 10, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 10, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.