થોડા દિવસ પહેલાં મુંબઈમાં મોટી રાજકીય ઊથલપાથલ થઈ ત્યારે એ મહાનાટકના કેન્દ્રમાં હતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સ્થાપક-પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવાર. કાકા સામે બળવો પોકારી ભારતીય જનતા પક્ષ સાથે બેસી જનારા અજિતભાઉએ (શરદ પવારને) કહ્યું કે તમે ૮૩ના થયા. જરા તો અટકો હવે.
- તો શરદ પવારે કહ્યું: ‘ન તો હું ટાયર્ડ છું, ન રિટાયર્ડ છું.. હું તો એક ફાયર છું.’
જો કે આપણે મહારાષ્ટ્રના રાજકારણની વાત કરવી નથી. આપણે વાત કરવી છે વહેતી થયેલી ચર્ચાનીઃ રાજકારણ કે બીજાં ક્ષેત્રમાં નિવૃત્તિની કોઈ વય હોવી જોઈએ? સાઠ વટાવ્યા બાદ સવારે બગીચામાં સમવયસ્કો સાથે કબજિયાતમાં ત્રિફળા બેટર કે ઈસબગુલ એની ચર્ચા કરવી? કે પછી શરીર-મન થાકે નહીં ત્યાં સુધી કામ કરવું? નવી પેઢીને અનુભવના ભાથામાંથી મૂલ્યવાન દિશાદર્શન કરવું? જેમ કે અજિત પવારનાં વ્યંગબાણનો શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળેએ જવાબ આપતાં કહ્યું કે એવું જ હોય તો રતન ટાટા (૮૫), અમિતાભ બચ્ચન (૮૦), કોરોનાની વેક્સિન બનાવનારા, દુનિયાના સૌથી મોટા રસી ઉત્પાદક સિરમ ઈન્સ્ટિટ્યૂટના ચૅરમૅન-મૅનેજિંગ ડિરેક્ટર સાયરસ પૂનાવાલા (૮૨)નું શું?
બસ, વાત આ જ છેઃ એવા કર્મયોગી, જેમની ડિક્શનેરીમાં ટાયર્ડ કે રિટાયર્ડ જેવા શબ્દ જ નથી. એ તો બસ, સદાય વિવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત અને જીવનમાં મસ્ત રહે છે. આવા જ એક યુવાન વડીલનું નામ છેઃ ડૉ. વિક્રમ મણિભાઈ મહેતા.
આજથી ૪૦ વર્ષ પહેલાં વિક્રમભાઈએ પુણેની સાવિત્રીબાઈ ફલે યુનિવર્સિટી (પહેલાંની યુનિવર્સિટી ઑફ પુણે)માંથી પ્રથમ પીએચ.ડી.ની ડિગ્રી ડૉ. એમ.એસ. ગોસાવીના માર્ગદર્શન હેઠળ મેળવી. ૨૦૧૮માં આ જ યુનિવર્સિટીમાંથી બીજી પીએચ.ડી.ની ડિગ્રી હાંસલ કરી, જેનો વિષય હતોઃ સ્ટડી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ્સ ઑફ પબ્લિક ટ્રસ્ટ મૅનેજિંગ હેલ્થકૅર સેક્ટર ઈન ગુજરાત. ડૉ. ચંદ્રકાંત રાવલના માર્ગદર્શન હેઠળ આ મહાનિબંધ માટે ડૉ. વિક્રમ મહેતાએ ગુજરાતની પચ્ચીસથી ૧૦૦ બેડની ધર્માદાની હૉસ્પિટલોને આવરી લીધી હતી.
Denne historien er fra July 31, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 31, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.