રાજકારણમાં પીળું એટલે સોનું નહીં જ...
Chitralekha Gujarati|November 06, 2023
રાજકીય જીવનમાં અત્યંત સાદગીપ્રિય ગણાતાં મમતા બેનરજીનાં સાથી નેતા મહુઆ મોઈત્રા એમની ઉડાઉ જીવનશૈલીને કારણે ચર્ચાને ચાકડે ચડ્યાં છે અને એટલી હદ સુધી વગોવાઈ ગયાં છે કે અત્યારે એમનો પક્ષ પણ એમની પડખે ઊભો રહેવા તૈયાર નથી. સવાલ બે કરોડનો... તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાઃ સરકારને સવાલ પૂછી શકવાના અધિકારનો આવો દુરુપયો?
હીરેન મહેતા
રાજકારણમાં પીળું એટલે સોનું નહીં જ...

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું વાતાવરણ હજી જામ્યું નથી, પણ છએક મહિના પછી આવનારી લોકસભા ચૂંટણી માટેની હવા જામવા લાગી છે. કંઈક ને કંઈક એવી ઘટના બને રાખે છે જે લોકસભા ચૂંટણી માટેના માહોલ પર અસર પાડે એવી પાક્કી શક્યતા છે.

પશ્ચિમ બંગાળનાં અતિ વાચાળ સંસદસભ્ય મહુઆ મોઈત્રા એક વિચિત્ર કેસમાં ફસાયાં છે.હાલત એવી થઈ છે કે તૃણમૂલ કોંગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઇત્રા પક્ષનાં પ્રમુખ અને બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી નાં અતિ વિશ્વાસુ હોવા છતાં તૃણમૂલ કોંગ્રેસે મહુઆના પ્રકરણથી હાથ ધોઈ નાખ્યા છે અને પક્ષનો કોઈ નેતા દેખાડવા ખાતર પણ એમના બચાવમાં આવ્યો નથી.

આપણા રાજકારણીઓની છાપ બહુ ઊજળી રહી નથી. ભારતીય ફોજદારી સંહિતામાં નોંધાયેલા બહુ ઓછા ગુના એવા હશે જે આપણા કોઈ ને કોઈ રાજકીય આગેવાનોના નામે ન ચડ્યા હોય. રાજકારણીઓને તો એવા અપરાધ કરવા મળે છે જે કાયદાના પુસ્તકમાં પણ ન હોય. કૅશ ફૉર ક્વેરી એવો જ એક ગુનો છે. કોઈ ને કોઈ હિત ધરાવતા લોકો એમના હરીફોને ભીડવવા સંસદસભ્યો કે વિધાનસભ્યોને લોકસભા કે ધારાસભા જેવાં વૈધાનિક ગૃહોમાં સવાલ પૂછવાના પૈસા ચૂકવે છે. રાજકારણીઓ લાગતા-વળગતા લોકો પાસેથી તગડી રકમ લઈને સંસદમાં કોઈ પ્રશ્ન ઉઠાવે અને એ મુદ્દે વિવાદ ઊભો કરે. ક્યારેક તો આવા મુદ્દાને સંસદ કે વિધાનસભાની કાર્યવાહી સાથે કોઈ લેવાદેવા ન હોય તો પણ જાણીજોઈ ને આવા સવાલ પૂછવામાં આવે. રાજકારણીઓને પૈસા મળી જાય અને એ પૈસા ચૂકવવાવાળાને પોતાના હરીફ સાથે હિસાબ બરોબર કરવાનો મોકો મળી જાય.

Denne historien er fra November 06, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra November 06, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 mins  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 mins  |
November 18, 2024