સિંહોનું સંવર્ધન કર્યું, પણ સંરક્ષણનું શું?
Chitralekha Gujarati|November 13, 2023
ગીરના સાવજો અને એમની વચ્ચે વસતા માલધારી સહિતના લોકોનો અનોખો સંબંધ છે. જો કે હવે વનરાજોનો વિસ્તાર ગીર પૂરતો સીમિત રહ્યો નથી. સિંહોની વસતિ વધી છે અને ગીરનું જંગલ એમને ઢૂંકડું પડી રહ્યું છે. સરકારે જંગલના રાજાને બીજે વસાવવા વિચાર કરવો જોઈએ અને ત્યાં સુધી એમની સરખી જાળવણી પણ થવી જોઈએ.
કૌશિક મહેતા
સિંહોનું સંવર્ધન કર્યું, પણ સંરક્ષણનું શું?

ગીર સોમનાથનું ગામ જમ્બુર. એમાં બાબુભાઈ સિદ્દી રહે. એ સિંહના જાણકાર. કહો કે સિંહ સાથે એમને ઘરોબો. સૌરાષ્ટ્ર સરકાર હતી ત્યારે ગીરમાંથી અમુક સિંહ અમદાવાદના પ્રાણીબાગમાં મોકલવામાં આવ્યા. સાથે રખેવાળ તરીકે બાબુભાઈ. એક વાર એવું થયું કે બાબુભાઈ સિંહને ખોરાક આપવા ગયા અને પછી દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા. અંદરથી સિંહ ને સિંહણ બહાર આવી ગયાં. સિંહણે એકાએક બાબુભાઈ પર તરાપ મારી, પણ ત્યારે જ સિંહ વચ્ચે આવી ગયો ને બાબુભાઈ બચી ગયા. સિંહ જાણે સિંહણને વઢતો હતો કે આ આપણો પાલક છે, એના પર હુમલો ના કરાય!

આ કિસ્સો ટાઢા પો’રનું ગપ્પુ નથી. ૧૯૫૪માં બનેલો આ કિસ્સો રુબેન ડેવિડ લખેલો છે. રુબેન ડેવિડ એટલે જાણીતા ઝૂઓલૉજિસ્ટ અને અમદાવાદના કાંકરિયા ઝૂના સ્થાપક. અહીં કહેવાનો મતલબ એટલો કે માણસ પણ સિંહ સાથે એટલો જ જોડાયેલો છે. ગીરમાં ટિલિયો નામે સિંહ બહુ જાણીતો હતો. એ મૃત્યુ પામ્યો ત્યારે ગામલોકોએ એની સ્મશાનયાત્રા કાઢી હતી. સિંહનું મૃત્યુ થાય ને ગામલોકો બંધ પાળે એવા પણ કિસ્સા સૌરાષ્ટ્રમાં સાંભળવા મળે.

અરે, ગીરમાં વસતા માલધારીઓના ઢોરનું સિંહ મારણ કરે ને વન વિભાગના કર્મચારી એ માલધારીને વળતર આપવા જાય તો માલધારી એમ કહે કે સિંહ તો મારણ કરે, એ એનો ખોરાક ચગે, એનું વળતર ના લેવાય... આવાય કિસ્સા છે.

આપણાં વેદ, શાસ્ત્રો, રામાયણ, મહાભારતમાં સિંહના ઉલ્લેખ છે.  સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયો પોતાના નામ પાછળ સિંહ લગાડે છે. સિંહ દેવી-દેવતાનું વાહન છે. એ બહાદુરી ને ન્યાયનું પ્રતીક પણ છે. રાજાના આસનને સિંહાસન કહેવામાં આવે છે. એક સમય એવો હતો કે આફ્રિકાથી માંડી ભારત જ નહીં, ઈરાન, ઈરાક, યુરોપના અમુક દેશમાં સુદ્ધાં સિંહ હતા. ભારતમાં યુપી, પંજાબ, હરિયાણા, બિહાર, રાજસ્થાનમાં પણ સાવજો મહાલતા હતા. જો કે ૨૦મી સદીમાં માત્ર ગુજરાતમાં જ અને હવે તો માત્ર સૌરાષ્ટ્રના ગીરમાં જ એશિયાટિક લાયન રહ્યા છે.

Denne historien er fra November 13, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra November 13, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 mins  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 mins  |
November 18, 2024