
૧00 વર્ષની વયે પહોંચેલા વયોવૃદ્ધ માણસ શું પ્રવૃત્તિ કરતા હોય? એવા ૯૯ ટકા વૃદ્ધો તો પથારીવશ જ હોય અને પોતાની રોજિંદી દિનચર્યા પણ માંડ કરી શકતા હોય. જો કે ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કરનારા સુખદેવજી લાલાની વાત કંઈક અલગ જ છે. ૯૮ વર્ષ સુધી સંશોધન ક્ષેત્રે સતત પ્રવૃત્ત રહેલા અને અત્યારેય વાંચન અને જ્ઞાન અર્જુન સાથે કાર્યરત એવા આ રસાયણવિજ્ઞાની હજી પણ કશુંક નવું જાણવા, કશુંક નવું આપવા તત્પર છે.
પદ્મભૂષણ એવૉર્ડથી સમ્માનિત વિજ્ઞાની ડૉ. સુખદેવ લાલાએ રસાયણશાસ્ત્ર ક્ષેત્રે એક લાંબી સફર પૂરી કરી છે. ઑર્ગેનિક કેમિસ્ટ્રીના ભીષ્મ પિતા તરીકે જેમને બિરદાવવામાં આવે છે એ ડૉ. સુખદેવે પોતાની કારકિર્દીમાં અનેક અદ્વિતીય સોપાન સર કર્યા છે. ભારત સરકારે ૨૦૦૮માં એમને પદ્મભૂષણથી સમ્માનિત કર્યા છે. એ ઉપરાંત, શાંતિ સ્વરૂપ ભટનાગર એવૉર્ડ, સુદબ્રોહ ચંદ્રક, પીસી રૉય એવૉર્ડ, વિશ્વકર્માં મેડલ, અમેરિકન કેમિકલ સોસાયટીનો અર્નેસ્ટ ગન્થર એવૉર્ડ, વૈશ્વિક ઔદ્યોગિક એવૉર્ડ સહિતનાં અનેક સમ્માન એમના નામે બોલે છે.
આટલાં સમ્માન છતાં નિરાભિમાની, મિતભાષી સુખદેવ લાલા ચિત્રલેખાને કહે છેઃ ‘નૅચરલ પ્રોડક્ટ તથા ઑર્ગેનિક કેમિસ્ટ્રી માટે જે કરી શક્યો એનો આનંદ છે, પરંતુ હજી તો ખૂબ બધું કરવાનું બાકી છે. મારી વય થઈ, પરંતુ મારા વિદ્યાર્થીઓ અને આ ક્ષેત્રમાં કામ કરતા વિજ્ઞાનીઓએ જ્ઞાનયાત્રા ચાલુ રાખી છે એનો આનંદ વધુ છે.’
એમનો આશાવાદ સાચો છે, કારણ કે તથ્યો અને સંશોધનાત્મક આંકડા સાથે લાલાજીએ લખેલાં ૧૦ પુસ્તકો અને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ થયેલાં ૨૯૦થી વધુ રિસર્ચ પેપર્સ આ ક્ષેત્રના વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ રહ્યાં છે. માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશનાં વિશ્વવિદ્યાલયોમાં પણ એમનાં સંશોધનોની નોંધ લેવાતી રહે છે.
Denne historien er fra July 08, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 08, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.