સફળતાની સરગમ...
Chitralekha Gujarati|October 07, 2024
જીવનની તડકી-છાંયડી મૅચ કરીને રચી અક સમય ગામમા ગાયા ચરાવતા અન પછા આજીવિકા રળવા અમદાવાદમાં રિક્ષા ચલાવતા ‘અલબેલા’ ગાયક કૌશિક ભરવાડના એક ગીતે હમણાં સંગીતપ્રેમીઓને એ હદે ઘેલું લગાડ્યું છે કે એની પર હજારો રીલ્સ બની રહી છે. કળાકૌશલ ને કાનુડાની કૃપાથી આજે સેલિબ્રિટી બની ગયેલા આ કલાકારની ગઈ કાલ ભારોભાર સંઘર્ષથી ભરેલી છે.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
સફળતાની સરગમ...

મારે કપડાં મૅચિંગ કરવાં છે... મારે મનડાં મૅચિંગ, દલડાં મૅચિંગ કરવાં છે...

આ શબ્દોના આજે લાખો દીલડાં દીવાના બન્યાં છે. મોબાઈલના રિંગટોનથી માંડી અનેક પરિવારોમાં રિંગ સેરેમનીના અવસરે હજારો રીલ્સ આ ગીતની ધૂન પર બની રહી છે, સોશિયલ મિડિયા પર લાખ્ખોની સંખ્યામાં સંગીતદીવાના એને જોઈ ચૂક્યા છે અને હજી જોઈ રહ્યા છે. આ વખતે નવરાત્રિમાં પણ આ સોન્ગ ભારે ધૂમ મચાવશે એ નિર્વિવાદ હકીકત છે.

આ ગીતના ગાયક કોશિક ભરવાડનો અવાજ આમ તો દસેક વર્ષથી ગુંજી રહ્યો છે, પણ આ કપડાં મૅચિંગ... ગીતે તો એમને રાતોરાત સેલિબ્રિટી બનાવી દીધા છે. જો કે બહુ ઓછા લોકો એ જાણતા હશે કે એ સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે. અહીં સુધીનો એમનો પ્રવાસ જરાય સહેલો નહોતો અને એક સમયે એમને કલ્પના પણ નહોતી કે પોતાનો અવાજ ઘરે ઘરે સંભળાતો થશે.

આ યુવા ગાયકને કળા વારસામાં નથી મળી. કૌશિક ભરવાડ અમદાવાદ નજીક બાવળાના ભરવાડ સમાજના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી માત્ર ચાર ધોરણ સુધી જ ભણતર થયું. ગીત ગાવાનો શોખ એમને નાનપણથી હતો. મિત્રોની વચ્ચે એ ગામઠી લઢણમાં ગીતો ગાતા ત્યારે સૌ એમને પ્રોત્સાહન આપતા.

દ્વારકાધીશના પરમ ભક્ત કોશિકમાં પ્રતિભા છુપાયેલી હતી, પણ યોગ્ય મંચ મળતો નહોતો. વળી, ઘરની સ્થિતિ એવી કે એ દિશામાં વિચારવાનો સમય પણ નહોતો. શરૂઆતમાં અમદાવાદમાં એસ.જી. (સરખેજ-ગાંધીનગર) હાઈ-વે પર એમણે રિક્ષા ચલાવી. ૨૦૧૨થી ત્રણેક વર્ષ ઉજાલા સર્કલથી ગોતાના પટ્ટાવિસ્તાર પર એ રિક્ષા ચલાવતા. ૨૦૧૪માં બાવળામાં ભરવાડ સમાજના એક કાર્યક્રમમાં જાહેર મંચ પર ગાવાની તક મળી. એ પછી જાહેર કાર્યક્રમોમાં ગાવાનાં આમંત્રણ મળતાં ગયાં. દિવસે રિક્ષા ચલાવવાની ને રાત્રે ગીત-સંગીત કાર્યક્રમ.

Denne historien er fra October 07, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra October 07, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
Chitralekha Gujarati

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર

એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

time-read
5 mins  |
February 24, 2025
આ... અબ તો લૌટ ચલેં!
Chitralekha Gujarati

આ... અબ તો લૌટ ચલેં!

ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

time-read
5 mins  |
February 24, 2025
ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
Chitralekha Gujarati

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ

ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

time-read
3 mins  |
February 24, 2025
મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
Chitralekha Gujarati

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ

ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

time-read
5 mins  |
February 24, 2025
નો માર્કેટિંગ
Chitralekha Gujarati

નો માર્કેટિંગ

… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

time-read
5 mins  |
February 24, 2025
મજા હારમાં છે, ગજબ ગેમ છે...
Chitralekha Gujarati

મજા હારમાં છે, ગજબ ગેમ છે...

જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

time-read
2 mins  |
February 24, 2025
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

time-read
1 min  |
February 24, 2025
ભાંગી મારી જન્મોજનમની ખામી
Chitralekha Gujarati

ભાંગી મારી જન્મોજનમની ખામી

ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

time-read
2 mins  |
February 17, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

time-read
1 min  |
February 17, 2025
સફળતાની ઠોકર વાગે ત્યારે!
Chitralekha Gujarati

સફળતાની ઠોકર વાગે ત્યારે!

તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.

time-read
5 mins  |
February 10, 2025